તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલગટ ગામે મરઘાની લાલચમાં દીપડો પાંજરે પુરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાન અલગઢ ગામે દીપડા હોવાથી વનવિભાગે દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શનિવારના રોજ મળસ્કે દીપડો મરઘી ખાવાની લાલચે પુરાયો હતો. જે અંગે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે દીપડાનો કબજો લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના અલગઢ ગામે દીપડાઓ અવાર નવાર નજરે પડી રહ્યાં હોય. જેથી વનવિભાગ દ્વારા જીતુભાઈના ખેતરમાં દીપડાને પકડવા પાજરૂ મુકવામાં આવ્યો હતો, આજરોજ મળસ્કે 5 કલાકે પાંજરામાં મુકેલ મરઘાંનું મારણ ખાવાની લાલચમાં દીપડો પાંજરામા આવતા 6 વર્ષનો કદાવર દીપડો આખરે પાંજરે પુરાયો હતો.

ખેડૂતો આજ સવારે દીપડો પાંજરે પુરાયા હોવાની જાણ વાલોડના ફ્રેન્ડ્સ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ઇમરાન વૈદને જાણ કરતાં તેમણે વાલોડ વન વિભાગને જાણ કરતાં વન વિભાગના અધિકારી પંકજભાઇ ચૌધરી સાથે સ્થળ પર આવી દીપડાનો કબજો લઇ વાલોડ ખાતે વનવિભાગની નર્સરી પર લઇ આવ્યાં હતા. દીપડાને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ જંગલમાં છોડવામાં આવશે. અલગટ વિસ્તારમાં હજી દીપડાઓ ફરી રહ્યા હોવાનું અનુમાન કરી શકાય તેવું સ્થાનિક લોકોનું માનવું છે. ત્યારે વનવિભાગ ફરી દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં પાંજરૂં ગોઠવે તે જરૂરી બન્યું છે.

30 ડિસેમ્બરે દીપડો મૃત મળી આવ્યો હતો
વાલોડ તાલુકાના અલગટ ગામે સરદાર ફળિયાના ખેતરમાં તા.30 મીના રોજ સવારે 5 માસનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો, મૃત પાંચ વર્ષના દીપડાને થયેલ ઇજાઓ જોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મોટો દિપડાએ હુમલો કર્યો હોવા જોઈએ. જેથી વનવિભાગે પાંજરુ ગોઠવ્યું હતું. જેના કારણે આજરોજ તે સ્થળ પર દીપડો પાંજરે પુરાયો છે. જેથી તેમણે વ્યક્ત કરેલી શંકા સાચી પડી છે.

અન્ય સમાચારો પણ છે...