તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાડી પાસે દીપડાએ બકરી ફાડી ખાધી, લોકોમાં ભયનો માહોલ ને જંગલ ખાતું 5 વર્ષથી ફીફાં ખાંડે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીથી માંડ 8 કિ.મી.ના અંતરે આવેલા જલાલપોર તાલુકાના કરાડી ગામ ખાતે દીપડાએ 25 ઘરની વસતિવાળા રહેણાંક વિસ્તારમાંથી ઘરઆંગણે બાંધેલી બકરીનો શિકાર કરતાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં દીપડાએ રાત્રિના સમયે લટાર મારી હતી જેના કારણે દસેક દિવસ અગાઉથી દીપડાને પાંજરે પુરવા આ વિસ્તારમાં વનખાતા દ્વારા પાંજરૂ પણ મુકાયુ હોવા છતાં દીપડો શિકાર કરવામાં સફળ રહ્યો હતો.

કરાડી ગામના ગોરસિયા ફળિયા ખાતે દસેક દિવસ અગાઉ દીપડો મહોલ્લોમાં લટાર મારતો નજરે જોવા મળ્યો હતો. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ મળસકે પાંચ વાગ્યાના અરસામાં મહોલ્લામાં રહેતા નરેશભાઇ હળપતિના ઘરની બહાર વૃક્ષો ઉપર રહેતા પાળેલા મરઘાં પકડવા દીપડાએ તરાપ મારી હતી પરંતુ મરઘાં ભાગી જતાં અને મરઘાંના અવાજથી ઘરના સભ્યો જાગી બહાર આવી જતાં દીપડાને મારણ કરવામાં સફળતા મળી ન હતી.

સ્થાનિકોએ વનખાતા અને એનિમલ વેલફેર સોસાયટીના સભ્યોને આ વાતની જાણ કરતાં વનખાતાએ તાબડતોબ દીપડાને પાંજરે પૂરવા પાંજરૂ મૂકી કવાયત હાથ ધરી હતી. દરમિયાન નિયમિત પાંજરામાં મારણ મૂકી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ થતી રહી હતી પરંતુ ચાલાક દીપડો પાંજરે પુરાયો ન હતો. રવિવારની રાતે બે વાગ્યાના અરસામાં મહોલ્લામાં રહેતો સીતારામ વેલદાસ પટેલ નામનો યુવાન બાથરૂમ જવા ઘરની બહાર નીકળ્યો હતો. તે દરમિયાન તેમણે બાજુના ઘરે રહેતી સવિતાબેન નંદલાલ હળપતિના ઘરે ઓટલા ઉપર બાંધેલી બકરીને દીપડો ગળાના ભાગને મોંમાં દબોચી બેસેલો 15 ફૂટ દૂરથી નજરે જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઇ આ યુવાન હેબતાઇ ગયો હતો અને તેમણે બૂમાબૂમ કરતાં દીપડો ભાગી ગયો હતો અને મહોલ્લાવાસીઓ પણ પોતપોતાના ઘરની બહાર આવી ગયા હતા. જોકે, બકરી દોરડીથી બાંધેલી હોવાથી દીપડો બકરીને લઇ જવામાં સફળ થયો ન હતો.

દીપડાના દબોચવાથી બકરી મૃત હાલતમાં ઘટના સ્થળ ઉપર પડેલી જોવા મળી હતી.ત્યારબાદ મારણ કરેલી બકરી લેવા દીપડો પાછો આવશે એવી આશાએ મહોલ્લાના યુવાનોએ મૃત બકરીને ઘટના સ્થળથી થોડે દૂર મુકેલા પાંજરામાં મારણ તરીકે મુકી દીપડાને પાંજરે પુરવા તજવીજ કરી હતી પરંતુ પલાયન થઇ ગયેલો દીપડો પાંજરે પણ પુરાયો ન હતો અને કોઇને નજરે પણ ચઢયો ન હતો.

આમ દસેક દિવસથી ઘટના સ્થળની નજીક પાંજરું મુકાયેલું હોવા છતાં પાંજરાની નજીકના ઘરના આંગણાંમાંથી દીપડો બકરીનું મારણ કરી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસમાં પણ અહીં નરેશ હળપતિની ઘરેથી દીપડો બકરુ ંઉપાડી ગયો હતો.

કરાડી ખાતે દીપડાને પાંજરે પુરવા વનખાતા દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યું છે.

કરાડી વર્ષ 2014થી દીપડો પેંધો પડ્યો છે
વર્ષ 2014થી કરાડીના ગોરસિયા વિસ્તારમાંથી દીપડો મરઘાં, બકરાં તથા વાછરડાનો શિકાર કરી રહ્યો છે. વનખાતા દ્વારા આ વિસ્તારમાં વખતોવખત પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવે છે, પરંતુ આજ સુધી દીપડો પાંજરે પુરાયો નથી અને સમયાંતરે પાલતુ પશુઓનો શિકાર કરી આંતક મચાવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં દીપડાનો ખૌફ જોવા મળી રહ્યો છે.

દીપડો બકરીને દબોચીને બેઠેલો હતો
રાત્રિના બે વાગ્યાના અરસામાં હું બાથરૂમ જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો.તે સમયે મારી ઘરની બાજુમાં રહેતી સવિતાબેન હળપતિની પાળેલી બકરી તેમણે તેમના ઘરના આંગણે બાંધી હતી. તેને દીપડો બોચીમાં દબોચીને બેસેલો મેં નજરે જોયો હતો. આ દૃશ્ય જોઇને મેં બૂમાબૂમ કરી તો ત્રણેક ફૂટ ઉંચો દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ અમારા મહોલ્લાવાસીઓ પણ જાગી ગયા અને બહાર આવી ગયા હતા. યુવાનોએ બકરીને મારણ તરીકે પાંજરામાં મૂકી દીપડાને પાંજરે પૂરવાની કવાયત કરી હતી,પરંતુ પુન:દીપડો દેખાયો ન હતો. સીતારામ (સતિષ) વેલદાસ પટેલ, દીપડાને નજરે જોનાર યુવાન

2014થી વનખાતા દ્વારા પાંજરું મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવે છે પરંતુ આજ સુધી દીપડો પાંજરે પુરાયો નથી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો