તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ પરવાનગીની ફાઇલો પોઝિટિવ અભિપ્રાયના આધારે મંજૂર કરવાનું નક્કી થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરપાલિકામાં ટાઉન ડેવપોલપમેન્ટ કમિટીની બેઠક મળી હતી. જેમાં પાલિકાને 28મી ફેબ્રુઆરી સુધી ઓફ લાઈન વિકાસપરવાનગી આપવાની સત્તા આપી હોય, રહેણાંક અને કોર્મશીયલ બાંધકામ અંગેની ફાઈલોને ટીપીઓમાં અભિપ્રાય માટે મોકલવાનું નક્કી થયું હતું. જેમાં પોઝિટિવ અભિપ્રાય આવ્યા બાદ મંજૂરી આપવા અંગેનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

બુધવારના રોજ પાલિકાના મિટિંગ હોલમાં ટીપી ચેરમેન વર્ષાબહેન ભંડારીના અધ્યક્ષ સ્થાને ટાઉન ડેવલોપમેન્ટ કમિટીની બેઠકમાં મળી હતી. બારડોલી પ્રાંત અધિકારી, નગર નિયોજક ચીફ ઓફિસર તેમજ સભ્યોની હજારી વચ્ચે મિટિંગ શરૂ થઈ હતી. જેમાં પાલિકાને 28મી ફેબ્રુઆરી સુધી ઓફલાઈન વિકાસ પરવાનગીની આપવાની સત્તા માટે અલગ કમિટી નક્કી કરવામાં આવી હતી. જેમાં કમિટી નક્કી કરવામાં આવી હતી. જેમાં કમિટી બન્યા બાદ 12 જેટલી વિકાસ પરવાનગીની ફાઈલો આવી છે. પહેલા 51 ફાઈલો પેન્ડિંગ હતી. આ ફાઈલોની વિકાસ પરવાનગી અંગે ટીપીઓનો અભિપ્રાય આધારે મંજૂરી આપવાનું મિટિંગમાં નક્કી થયું છે. પોઝિટવ અભિપ્રાયના આધારે વિકાસ પરવાનગી આપવામાં આવશે. ટાઉન કમિટીના અધ્યક્ષ સ્થાનેથી નગરના ટીપી સ્કીમ નં 1 અને 2ના પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ આપવા ફેન્સિંગ કરવાનું નક્કી થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો