ડુંગરાની સાચી બિલ્ડીંગમાંથી પટકાયેલા મજૂરનું અંતે મોત

Vapi News - deaths of laborers stabbed to death from a true mountain building 080106

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વાપી ડુંગરામાં બની રહેલી એક નવી બિલ્ડીંગમાં શેડ બાંધતી વખતે કપરાડાના યુવકને હાઇટેંશન લાઇનથી કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. ગળાના ભાગે ઇજા થતા સારવાર માટે તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે 6 દિવસ બાદ સારવારમાં દમ તોડી દીધો હતો.

વાપી ડુંગરા સ્થિત હરિયા પાર્ક ગેટની બાજુમાં આવેલ સાચી હાઇટ્સ બિલ્ડીંગમાં મજૂરી કામ કરતા મહેશ ગરેલ ઉ.વ.19 રહે.બુરવાડ વડપાડા ફળિયું કપરાડા 6 સપ્ટેમ્બરના રોજ બિલ્ડીંગમાં શેડ બાંધતી વખતે લોખંડના ટસ ઉપર ચઢી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક નજીકથી પસાર થઇ રહેલા હાઇટેંશન લાઇનથી અડી જતા કરંટ લાગવાથી તે 12 ફુટ ઉપરથી નીચે પટકાયો હતો. ગળા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે તે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 6 દિવસ બાદ શુક્રવારે રાત્રે યુવકે દમ તોડી દેતા આ અંગે ડુંગરા પોલીસમાં જાણ કરાઇ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

X
Vapi News - deaths of laborers stabbed to death from a true mountain building 080106
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી