તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડાનો ભારો ઉપાડી જઇ રહેલી મહિલાને કારે અડફેટમાં લેતા મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના રાજનગર ગામના પાટીયા નજીક એક અજાણ્યા કાર ચાલકે માથે લાકડાનો ભારો લઇને ચાલતી આધેડ શ્રમજીવી મહિલાને અડફતે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતની ઘટના અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના રાજનગર ગામના હળપતિવાસમાં રહેતા ત્રિકમભાઇ કાળીદાસ રાઠોડનો પરિવાર મજુરી કરે છે.તેની પત્ની રેવાબેન(ઉં.વર્ષ-૬૧),પુત્રી શિતલ તથા જમાઇ સંજય રાઠોડ તેના ૭ વર્ષના નાના છોકરા સાથે ભટગામ રોડ ઉપર લાકડા લેવા ગયા હતા.આ શ્રમજીવી પરિવાર લાકડાના ભારા લઇને ઘરે પરત ફરતા હતા,ત્યારે ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ ઉપર રાજનગર ગામના પાટીયા નજીક આ પરિવાર રોડ ક્રોસ કરતો હતો.આ સમયે વડોલી તરફથી પુરપાટ ઝડપે દોડતી એક કાળા કલરની કારના અજાણ્યા ચાલકે રેવાબેનને અડફતે લેતા તે ફંગોરાઇને રોડ પર પટકાઇ હતી.

આ અકસ્માત થતા ઘટના સ્થળે દોડી આવેલા તેના પતિ તથા ગ્રામજનોએ રેવાબેનને જમણા પગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા જણાતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે ત્રિકમભાઈએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો