તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ ચગાવતા બાળકનું ત્રીજા માળેથી પટકાતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ ગામે આવેલી SRPF ગ્રુપ 11 માં શનિવારના રોજ બપોરના જુના બ્લોકમાં પંતગ ચગાવતા ઘાબા પરથી પડી જતા નવ વર્ષના બાળકનુ મોત નીપજયુ હતુ.

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના વાવ ગામે આવેલ SRPF ગ્રુપ 11 માં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા અને જુના બ્લોક સી 34 માં રહેતા રાકેશભાઈ સીંગાભાઈ ભુરીયા નો પુત્ર ઘ્રુમીલ(9) શનિવારના રોજ બપોરના 1.00 કલાકે ત્રીજા માળ પર પંતગ ચગાવતા અચનાક નીચે પડી જતા માંથાના ભાગે તેમજ બન્ને હાથના કાડાના ભાગે ગંર્ભીર ઈર્જા થતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંઘી વઘુ તપાસ હે.કો પાતાભાઈ કરી રહ્યા છે. વઘુમાં મરનાર ઘ્રુમિલને એક મોટો ભાઈ બલદેવ અને નાની બહેન નિતા છે.

અન્ય સમાચારો પણ છે...