તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દઢેડા ગામમાં શ્રમજીવીનું રહસ્યમય સંજોગોમાં મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝગડીયાના દઢેડા ગામના કામદાર મંગળવારે કંપની પરથી આવી ઘરે સુતા હતા. પત્નીએ સવારે ઉઠડતા તે નહિ ઉઠતાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મુળ વાલીયાના કદવાલી ગામનો અને ઝગડીયા GIDCની બોસ્ટીક ઇન્ડીયામાં નોકરી કરતો સુનીલ વસાવા (ઉ.વ.૩૦) દઢેડા ગામે ભાડાના મકાનમાં રહે છે. મંગળવારે સુનીલ કંપનીમાંથી ફરજ બજાવી ઘરે આવી સુઇ ગયો હતો.તેની પત્ની એ સવારે તેને ઉઠાડયો હતો પરંતુ તે ઉઠયો ન હતો અને નિસ્તેજ બની ગયો હતો. જેથી તેને અંકલેશ્વર હોસ્પિટલ ખાતે લઇ જવાતાં તબીબોએ તેને મૃત જાહરે કર્યો હતો. નોકરી પરથી આવી સુઇ ગયેલા કામદારનું ઉઘમાંજ મોત મોત થયું હોવાનું અનેક પ્રકારના તર્કવિતર્ક છે. મૃતકની પત્નીએ જાણ કરતાં ઝઘડીયા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો