નેત્રંગ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ધૂળ ખાઈ રહેલા કાર્યક્રમના ડેટા બોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. સ્વચ્છતાને લઈને વિવિધ પ્રોજેટક પણ અમલી બની ગયા છે. આવા સંજોગોમાં નેત્રંગ તાલુકાની પંચાયતોને ફાળવવામાં આવેલા પબ્લિક ઈન્ફોર્મેશનના બોર્ડ શુદ્ધાં લગાવવાની પંચાયતોએ તસ્દી લીધી હોય તેવું લાગતું નથી.

આ વર્ષે 2 ઓક્ટોબરનાં રોજ 150મી ગાંધીજયંતિની ભવ્ય ઉજવણી થવાની છે. જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ અને કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું છે. ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન ઉપર સૌથી વધુ ભાર મુકી તેને લગતા અનેક પ્રોજેક્ટ પણ શહેરો અને ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યા છે. તાલુકા કક્ષા અને ગ્રામપંચાયતોમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારે ગાધીજયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. મિશન અંત્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા ગ્રામપંચાયતોમાં લગાવવા માટે કરોડોનાં ખર્ચે બનાવેલા બોર્ડ પંચાયત કચેરી સામે ધુળ ખાઈ રહ્યા છે. પંચાયતો દ્વારા તેને યોગ્ય રીતે લગાવવાની તસ્દી શુદ્ધાં લીધી નથી.

આ સંદર્ભે નેત્રંગ તાલુકા મામલતદાર બી.કે. તડવીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, નેત્રંગ તાલુકાની દરેક ગ્રામ પંચાયતોને ડેટા બોર્ડ આપવામાં આવ્યા છે. જે બોર્ડ લગાવવાની જવાબદારી તમામ ગ્રામપંચાયતનાં સરપંચ અને તલાટીને સોંપવામાં આવી છે.

નેત્રંગ તાલુકાની પંચાયતોમાં ફાળવાયેલા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ માટેના બોર્ડ ધૂળ ખાઈ રહ્યા છે. અતુલ પટેલ

150મી ગાંધી જયંતિની ઉજવણી માટે સરકારના પ્રયાસો ઉપર પાણી
અન્ય સમાચારો પણ છે...