તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનસેરા ચોકડીએ વાહન ચેકિંગ સઘન બનાવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણી આડે 9 દિવસ બાકી રહયાં છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહયાં છે. મહારાષ્ટ્રમાંથી દારૂની હેરાફેરી અટકાવવા માટે સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.

સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ રાજ્યની બોર્ડર પરથી ઘૂસાડવામાં ના આવે આ માટે નર્મદા પોલીસે એલર્ટ થઇ ગઈ છે. ચૂંટણીનો પ્રચાર અંતિમ તબકકામાં પહોંચી ગયો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહયાં છે. મતદારોને રીઝવવા મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યાં છે.

...અનુસંધાન પાના નં.2

બુટલેગરોની મેલી મુરાદ બર ન આવે તે માટે પોલીસ દોડતી થઇ ગઇ છે. મહારાષ્ટ્રને અડીને આવેલી ગુજરાતની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે. ચેકપોસ્ટ પરથી સરકારી એસટી બસો સહિતના તમામ વાહનોની તપાસ બાદ જ તેમને આગળ જવા દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...