ડાંગનું ધો. 12 વિ.પ્ર.નું 71 ટકા પરિણામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9મીને ગુરૂવારે ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થતા ડાંગ જિલ્લાનું 71 ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારાએ પરિણામની વિગતો આપતા જણાવ્યુ હતું કે વિજ્ઞાનપ્રવાહ ધરાવતી જિલ્લાની 8 શાળાઓ પૈકી આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાનું 94.59 ટકા, આહવા દીપદર્શન માધ્યમિક શાળાનું 92.45 ટકા, માલેગામ સંતોકબા ધોળકિયાનું 70.69 ટકા આવ્યું હતું. જ્યારે એ.મો.રે. સ્કૂલ સાપુતારા 64.91, સ.ખે.મા. શાળા વઘઈનું 60 ટકા, સ.મા. શાળા આહવામાં 46.67 ટકા, સંત થોમસ ઈ. ઝાવડાનું 37.50 અને સ.ઉ.મા. શાળા સુબીરનું 12.50 ટકા પરિણામ આવ્યું હતું. ડાંગ જિલ્લામાં કુલ 284 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 196 વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...