તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી ધુળેટી પર્વે સહેલાણીઓથી ઉભરાયું, દાંડીરોડ જામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધુળેટીના દિવસે ઐતિહાસિક દાંડી ખાતે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા દાંડીરોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તે સાથે કિનારા ઉપર આવેલા વાહનોના પાર્કિંગો પણ ફૂલ થઈ જતાં સહેલાણીઓને એકથી દોઢ કિલોમીટર દૂર ખુલ્લામાં વાહનો પાર્કિંગ કરવાની નોબત આવી હતી. દાંડીનો દરિયા કિનારો પણ સહેલાણીઓથી ઉભરાયો હતો.

ગતરોજ ધૂળેટીના દિવસે દાંડીરોડ ઉપર સવારે 10 વાગ્યાની આસપાસથી દાંડી આવતા સહેલાણીઓના વાહનોની અવર જવરથી દાંડીરોડ ધમધમતો થયો હતો. બપોર બાદ સહેલાણીઓની સંખ્યામાં વધારો થતાં દાંડીરોડ ઉપર ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સાંજે 4 વાગ્યા સુધીમાં તો હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં દરિયા કિનારાથી 2 કિલોમીટરના અંતર સુધીના દાંડીરોડ ઉપર વાહનોની લાંબી કતાર લાગી જતા ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે કેટલાક સહેલાણીઓ ટ્રાફિકમાં ફસાઈ જતાં તેઓએ અડધે રસ્તેથી જ પોતાના વાહનો પરત કરી દાંડીની સહેલગાહ મોકૂફ રાખી ઘર તરફ રવાના થયા હતા.

જ્યારે કેટલાક સહેલાણીઓ આટ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પરત નીકળી ગયા હતા. કિનારા ઉપર આવેલા તમામ વાહન પાર્કિંગો ફૂલ થઈ જતા ટ્રાફિક નિયમન કરતા પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા દાંડીના રમત ગમતના મેદાન ઉપર વાહનો પાર્કિગ કરાવવામાં આવ્યા હતા. જેના કારણે સહેલાણીઓને 1 કિલોમીટરથી પણ વધુ અંતર જેટલું પગપાળા ચાલીને દરિયા કિનારા ઉપર પહોંચવાની નોબત આવી હતી. વધુ પડતા વાહનોના કારણે દાંડી ખાતે ટ્રાફિકની સમસ્યા સાથે વાહન પાર્કિંગની પણ મોટી સમસ્યાનો સહેલાણીઓને સામનો કરવો પડ્યો હતો. જોકે દાંડી ખાતે તૈનાત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી ટ્રાફિક નિયમન કર્યુ હતું. દોઢથી બે કિ.મી.જેટલા દૂર વાહનો પાર્કિંગ કરીને પણ કેટલાક સહેલાણીઓએ પગપાળા દરિયા કિનારા ઉપર જઈ દરિયામાં નહાવાની મઝા માણી હતી. સાંજના 7.30 વાગ્યા સુધી દાંડીરોડ સહેલાણીઓના વાહનોની અવરજવરથી ધમધમતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો