દમણ રિબન ડેવલપમેન્ટના બીજા તબક્કાની સુનાવણી પણ વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ પ્રશાસન દ્વારા રિબન ડેવલપમેન્ટને અમલમાં મુકવા પૂર્વે મંગળવારે બીજા તબક્કાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દમણ પીડબલ્યુડીના ડેપ્યુટી સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને હાથ ધરાયેલી સેનાવણીમાં સ્થાનિક રહીશોએ નવા ડ્રાફ્ટ નોટીફિકેશનનો વિરોધ કર્યો હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે પણ નવા રોડ માર્જીનથી લોકોની મુશ્કેલીમાં વધારો થશે એમ જણાવીને વિરોધ નોંધાવ્યો હતો.

દમણ દીવમાં રોડ માર્જીનમાં વધારો કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન માટે મંગળવારે બીજા તબક્કાની સુનાવણી હાથ ધરાઇ હતી. દમણ પીડબલ્યુડીના ડેપ્યુટી સેક્રેટરી વૈભવ રીખારીના અધ્યક્ષ સ્થાને મળેલી સુનાવણીમાં દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હેમલતા પટેલને બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે સુનાવણીમાં પ્રશાસનના રોડ માર્જીનને લઇને નવા નિયમોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, પ્રશાસન દ્વારા ખૂબ જ ઉતાવળમાં નિયમો લાગુ કરવા માગે છે. જેને લઇને દમણ દીવના 80 ટકા લોકોને સીધી અસર થશે.

અન્ય સમાચારો પણ છે...