ગુજરાત અંડર 19 ક્રિકેટ ટીમમાં દમણના બે ખેલાડીની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીસીસીઆઇ દ્વારા આયોજિત આંતર રાજ્ય વિનુ માંકડ ટ્રોફીનો શુભારંભ 4થી ઓક્ટોબરથી સુરતમાં થઇ રહ્યો છે. આ ટ્રોફી માટે દમણના બે ખેલાડીની ગુજરાત અંડર 19 ક્રિકેટ ટીમ માટે પસંદગી થઇ છે. દમણના ખેલ સચિવ એમ.મુથમ્મા, ઉપસચિવ હર્ષિત જૈન, સ્પોટર્સ ઓફિસર મનિષ સ્માર્ટ તથા કાન્તી પટેલ અને કોચ ભગુભાઇ પટેલે બંને ખેલાડીની પસંદગી કરાતા શુભેચ્છા પાઠવી હતી.

બીસીસીઆઇ દ્વારા આયોજિત અંડર 19 એક દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન આ વર્ષે સુરતમાં કરાયું છે. જેમાં દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિ ગુજરાતની ટીમમાંથી રમશે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો મુકાબલો 4થી ઓકટોબરે રાજસ્થાન સાથે, 5મી ત્રિપુરા સાથે, 8મી દિલ્હી સાથે, 11મી એ ઉત્તરપ્રદેશ સાથે, 13મી કર્ણાટક, 15 પંજાબ અને 21મી ઓકટોબરના રોજ છેલ્લી લિંગ મેચ રમાશે. દમણના ખેલાડી ઉમંગ અને સરલના કોચ ભગુભાઇ પટેલે જણાવ્યું કે, ઉમંગ ટંડેલ ગુજરાતની અંડર 14 ટીમમાં બે વખત અગાઉ રમી ચુક્યો છે. ઉમંગ ગુજરાતની અંડર 19 ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. જ્યારે સરલ પ્રજાપતિ અંડર 14માં સૌથી વધારે વિકેટ લેવાનો રેકર્ડ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...