તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણની હોટલ દરિયા દર્શનમાં IPLમાં સટ્ટો રમાડતા 2 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણની હોટલ દરિયા દર્શનમાં આઇપીએલ ઉપર સટ્ટો રમાડતા ગુજરાતના પાટણના બે યુવકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 17 નંગ મોબાઇલ અને રોકડા ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર સટ્ટો રમાડવાનું બેસ્ટ ડેસ્ટિનેશન દમણની હોટલ બની હોવાનું જણાય આવે છે. ખાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં યુવકો અહિં આવીને હોટલમાં રૂમો ભાડે રાખીને આઇપીએલ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. બુધવારે આઇદપીએલની મુંબઇ ઈન્ડિયનસ અને પંજાબ ટીમ વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમાઇ રહ્યો ...અનુસંધાન પાના નં.3

રૂમ ભાડે રાખીને સટ્ટો ચલાવતા હતા
2 દિવસ અગાઉ જ દમણ પોલીસે સાઇ ઇમ્પિરીયલ હોટલમાં છાપો મારીને આઇપીએલ ઉપર સટ્ટો રમાડતા વડોદારના 11 યુવકની ધરપકડ કરી હતી. તો બુધવારે રાત્રે દેવકાની હોટલ દરિયા દર્શનમાંથી બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. હોટલમાં રૂમ ભાડે રાખીને સટોડિયા સટ્ટો રમાડી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...