દમણ નગર પાલિકાએ બે વર્ષ અગાઉ સીઆરઝેડ તથા ફાયર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ નગર પાલિકાએ બે વર્ષ અગાઉ સીઆરઝેડ તથા ફાયર સેફ્ટીના નિયમોને નેવે મુકીને તાણી બાંધેલી 7 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી હતી. જોકે, બિલ્ડર દ્વારા આ નોટિસ સંદર્ભે જવાબો રજૂ ન કરાતા કે પછી અન્ય કોઇ કારણોસર દમણ પાલિકા એકદમ એકશન મૂડમાં આવીને ગુરૂવારે ડીએમસીના સીઓ વૈભવ રીખારીએ 7 બિલ્ડરને પોતાના ખર્ચે સાતદિવસમાં બિલ્ડિંગ તોડી પાડવાના આદેશ કરાતા દમણમાં ખળભળાટ મચી ગયો છે.

દમણ પાલિકા હદ વિસ્તારમાં સીઆરઝેડ અને ફાયર સેફ્ટીના નિયમોને નેવે મુકીને 7 હાઇરાઇઝ બિલ્ડિંગ તાણી બાંધવામાં આવી હતી. દમણ પાલિકાએ બે વર્ષ અગાઉ આવી બિલ્ડિંગને આઇડેન્ટિફાય કરીને તેમને નોટિસ ફટકારી હતી. જોકે, બે વર્ષ બાદ અચાનક દમણ પાલિકાના ચીફ ઓફિસર વૈભવ રીખારીએ હાઇ રાઇઝ બિલ્ડિંગના 7 બિલ્ડરોને આદેશ કર્યા છેકે, આ નોટિસ મળ્યેના સાત દિવસની અંદર બિલ્ડરે પોતાના ખર્ચે બિલ્ડિંગ તોડી પાડવાની રહેશે. નિયમ સમય મર્યાદામાં જો બિલ્ડિંગ તોડવાની કામગીરી ન કરાશે તો ડીએમસી પોતે આવી બિલ્ડિંગ ઉપર બૂલડોઝર ફેરવી દેશે જેનો ખર્ચે પણ પાલિકા બિલ્ડર પાસે વસુલ કરશે. કરોડો રૂપિયાના રોકાણ કરીને બનાવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ આખરે તોડી પાડવાના આદેશ થતા બિલ્ડરોની હાલત કફોડી બની છે. એક તરફ કન્સટ્રકશન લાઇનમાં ભરપુર મંદીનો માહોલ ચાલી રહ્યો છે એવા સંજોગમાં દમણ પ્રશાસન દ્વારા ઉઠાવેલા કદમથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...