તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ પાલિકાએ શોપ લાયસન્સની ચેકિંગ કરી દુકાનોને રૂ. 1.15 લાખનો દંડ વસૂલ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણ નગર પાલિકાના મુખ્ય અધિકારી અને તેમની ટીમે નાની દમણના માર્કેટમાં આવેલી દુકાનમાં લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજ માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરી હતી. પાલિકાના લાયસન્સ ન હોય એવી દુકાન પાસેથી 1.15 લાખ રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો.

દમણ પાલિકા માર્કેટ ચાર રસ્તા, મહારાજા કોમ્પલેક્સ, જેટી રોડ, સી ફેસ રોડ, મંગલ માર્કેટ, ઝાંપા બજારથી લઇને છેક રાજીવ ગાંધી સેતુ સુધી આવેલી દુકાનમાં ડીએમસીના ચીફ ઓફિસર ગુરપ્રિત સિંગ, ઇજનેર કેયુર પટેલ અને તેમની ટીમે લાયસન્સ અને ક્યા પ્રકારના સામાન વેચાણ માટેની પરવાનગી આપવામાં આવી છે. એ બાબતે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મોટા ભાગની દુકાનો પાસેથી કોઇપણ જાતના પરવાના કે જરૂરી દસ્તાવેજ મળી આવ્યા ન હતા. કુલ 134 દુકાનદારો કોઇપણ જાતના લાયસન્સ વિના જ વેપાર કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ દુકાનદારોને પાલિકાએ 1,15, 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો