તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ- દાનહની શાળાઓમાં સામૂહિક પ્રાર્થના પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને લઇ સંઘપ્રદેશ દાનહ તેમજ દમણ-દીવની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકવાનો આદેશ શિક્ષણ ખાતા દ્વારા અપાયો છે. જોકે આ આદેશમાં કોઇ પણ જગ્યાએ ક્લાસમાં વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરે કે ના કરે તે મુદ્દે કોઇ ફોડ પડાયો નથી.

દેશમાં કોરોનાવાઇરસના મામલાઓની સંખ્યા શુક્રવારે 81 થઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતના 64 લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્ય કે જેમાં ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર,પંજાબ અને છત્તીસગઢમાં સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે.

તો દાનહ અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા ગુરૂવારે એક આદેશ આપવામાં આવ્યો છે. ઓર્ડર પ્રમાણે કોરોના વાઇરસથી બચવા તમામ સરકારી તેમજ પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષક અને વિદ્યાર્થીઓ એક જગ્યાએ એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જે આદેશ શુક્રવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. પણ આ આદેશમાં વિદ્યાર્થીઓને સમૂહમાં ભેગ થઈ પ્રાર્થના કરવા ઉપર તેમજ વિવિધ દિવસોની ભેગી મળીને કરવામાં આવતી ઉજવણી પણ કરવા સામે પ્રતિબંધ મુકી દીધો છે. મૂળ હેતુ કોરોના વાઈરસના ભયના કારણે ટોળામાં ભેગા ન થવાનો નિર્ણય કરાયો છે. જોકે દમણ અને સેલવાસની શાળાઓમાં હાલ શિક્ષણ કાર્ય ચાલૂ છે. અને પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે એક જ ક્લાસમાં એકસાથે અભ્યાસ કરી શકે કે નહી તે મુદ્દે પ્રશાસને કોઇ ફોડ પડાયો નથી.

વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ મુદ્દે કોઇ ફોડ ન પડાયો

કોરોનાને લઈ ડેની ઉજવણી પણ ન કરવા નિર્ણય

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો