દમણ-દીવ ચૂંટણી વિભાગ દ્વારા મહત્ત્મ મતદાન થાય એ માટેના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ-દીવ ચૂંટણી વિભાગ દ્વારા મહત્ત્મ મતદાન થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બુધવારે નગરપાલિકાના સભાખંડમાં દમણ હોટલ એસોસીએશનના સભ્યો અને હોદેદારો સાથે એક બેઠકનું આયોજન કરી દમણના મતદારોને પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરાઇ હતી.

બેઠકમાં નોડેલ અધિકારીએ જણાવ્યું હતું કે, દમણ-દીવમાં મતદાન જાગૃતિ માટે હોટલ સંચાલકો દ્વારા આગળ આવવું જોઇએ. હોટલ સંચાલકોએ મતદાન જાગૃતિ માટે ચૂંટણીના દિવસે મતદાન કરનાર મતદારને 20 % બિલમાં ડિસ્કાઉન્ટ, આ ઉપરાંત હોટલના બિલ ઉપર નૈતિક મતદાનનો મેસેજ ફેલાવવો જોઇએ, હોટલની વેબસાઇડ ઉપર પણ મતદાન જાગૃતિ માટે સંદેશો રાખવો જોઇએ. આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવા મતદારોને આકર્ષવા માટે હોટલ સંચાલકો તરફથી વિશેષ સુવિધા આપવી જોઇએ. આ ઉપરાંત પણ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પોતાની રીતે મતદાન જાગૃતિ માટે ના પ્રયાસ કરવા જોઇએ. હોટલ સંચાલકો પાસેથી આગ્રહ કરાયો હતો કે, આચારસંહિતાનો ભંગ થતો હોય તો તાત્કાલિક ચૂંટણી અધિકારીને જાણ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...