તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યામાં રીમાન્ડ પૂરા થતાં દમણ જિ.પં. પ્રમુખની આર્મ્સ એક્ટમાં ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દમણ ડાભેલના ડબલ મર્ડર કેસમાં બુધવારે આરોપી દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત બે આરોપીના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ આરોપીને 14 દિવસના જયુડિશિયલ કસ્ટડીના આદેશ કર્યા હતા જોકે, કડૈયા પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સર્ફર વોરન્ટ મેળવીને સુખા પટેલની આર્મ્સ એક્ટ મુજબ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

દમણના ડાભેલમાં ગત 1લી એપ્રિલની રાત્રીએ કેટલા હથિયારધારી હુમલાખોરોએ ભીમપોરમાં રહેતા અજય પટેલ અને તેમના મિત્રની હત્યા કરી હતી. આ કેસમાં દમણ પોલીસે હુમલખોરની ધરપકડ કરી હતી જોકે, તપાસમાં હત્યા કરાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલનું નામ બહાર આવ્યું હતું. ચાર માસ અગાઉ દમણ પોલીસ જયારે સુખા પટેલને પકડવા માટે જિલ્લા પંચાયત કચેરીએ ગઇ હતી ત્યારે આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

24મી ફેબ્રુઆરીના રોજ સુરેશ પટેલ અને તેમનો ડ્રાઇવર સાજીદ અલી ચૌધરીને પંજાબના માહોલીમાંથી ઝડપી લેવાયા હતા. બંને આરોપીને દમણ પોલીસે ટ્રાન્ઝિસ્ટ વોરંટથી કબજો મેળવીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે પ્રથમ 6 દિવસ અને ત્યારબાદ ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. બુધવારે રિમાન્ડ પુરા થતાં પોલીસે સુખા પટેલ સહિત બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા 14 દિવસની જયુડિશિયલ કસ્ટડીના આદેશ થયા હતા.

જોકે, દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ગત 21મી ઓક્ટોબર 2019ના રોજ દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હોવાથી આ કેસમાં તપાસ અને ધરપકડ બાકી હોવાથી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સર્ફર વોરંટ લઇને આરોપી સુરેશ ઉર્ફ સુખા પટેલની આર્મ્સ એક્ટમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો