તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ ભાજપે સર્જિકલ સ્ટ્રાઇકની કમલ જ્યોતિ તરીકે ઉજવણી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ડિયન એર ફોર્સે મંગળવારે વહેલી સવારે પીઓકેના આતંકી લોન્ચિંગ પેડ અને જૈશે મહમંદના મુખ્ય અડ્ડા ઉપર બોંબ નાંખીને ધ્વસ્ત કર્યા હતા. જે અતર્ગત ભાજપ દ્વારા મંગળવારે સમગ્ર રાષ્ટ્રમાં કમલ જ્યોતિ (કમલ દીપાવલી)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

દમણ શહેર મંડળ દ્વારા બુથ નંબર 27ના અધ્યક્ષ તથા દમણ ભાજપના પ્રવક્તા વિશાલ ટંડેલના ઘરે કમલ દીપાવલી દીપ પ્રજવલિત કરી ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં દમણ ભાજપ શહેર મંડળ પ્રભારી વિશાલ ટંડેલ, ઉપાધ્યક્ષ દેવેન્દ્ર ધોન્ડે, શીવકુમાર, સુનિતા રેડ્ડી, શહેર મંડળના મંત્રી ઇલા ટેલર, ખજાનચી દીપક જૈન અને સભ્યો પ્રવિણ દેશમુખ, મુકેશ કપુર તથા બ્રાહ્મણ ફળિયા મિત્ર મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ દમણ દીવ પ્રદેશ પ્રમુખ ગોપાલદાદા અને દમણ જિલ્લા પ્રમુખ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં ઉજવણી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો