તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચલથાણના હેઝાર્ડસ વેસ્ટ મામલે 2નાં મોત પ્રકરણના આરોપીની આગોતરા નામંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના ચલથાણ ગામે ગત 9મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે એક હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ ભરેલ ટેન્કર ચલથાણ ગામની સીમમાં આવેલ ખાડીમાં વળાંકમાં ગટરમાં એક ટેન્કરમાંથી હાનિકારક કેમિકલ ખાલી કરતી વેળાએ બે ઈસમોને અસર થતાં બે યુવકના મોત નીપજ્યાં હતાં. જ્યારે ટેન્કર ચાલકને ગંભીર રીતે દાઝી જતાં તે બેભાન અવસ્થામાં આવી આવતાં પોલીસે કેમિકલ મોકલનાર કંપનીના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભે આરોપીઓએ બારડોલી કોર્ટમાં જામીન અરજી રજૂ કરતાં સરકારી વકીલ પારડીવાલાએ રજૂઆત કરતાં કોર્ટે કંપનીના મુખ્ય બે સંચાલક તેમજ અન્ય ચાર આરોપીઓના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

8મીએ ઝઘડીયા જીઆઈ ડીસીમાંથી એચસીએલનું નિકાલ કરવા માટે મહાવીર એન્ટરપ્રાઈઝના ડિલર નિરજકુમાર છાજેડને આપેલ હતું. એસીડનો ગેરકાયદે નિકાલ કરવાનું કામ સાઈ રચના કેમિકલના ડિલર મજનો અગ્રવાલને આપેલ હતું. સાઈ ચરનાએ આ કેમિકલના નિકાલ માટે કરવાનું કામ આયુષી એન્ટરપ્રાઈઝ કેમિકલના ડિલર અમિત પટેલને આપેલ હતું. જેઓ 8મી ફેબ્રુઆરીના રોજ ટેન્કર (GJ-02Z-7927)•માં પ્રહરીત પ્રીગ્મેન્ટ, એલએલપી કંપનીમાંથી સ્પેન્ટ હાઈડ્રોક્લોરીક એસિડ ભરાવી ટેન્કરના ડ્રાઈવર ઈન્દ્રજીત તથા ક્લીનર બ્રજેશ સાથે આ કેમિકલને ચલથાણથી તાંતીથૈયા પાસે ખાડીમા 9 ફેબ્રુઆરીના રોજ ટેન્કર ખાલી કરી રહ્યા હતાં ત્યારે ભગવાન ભરવાડ અને ભરત સાથીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર પ્રદીપસિંહ રાજપૂત બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 15 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આ કેસ બારડોલી સેસન્સ કોર્ટમાં ચાલી આવતાં છ આરોપીઓએ આગોતરા જામીન અરજૂ કરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...