તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાટા ગામમાં સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો સેવાયજ્ઞ આદરનારી સેવા સંસ્થાઓના ઉમદા કાર્યની સરાહના કરીને, શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે આર્થિક યોગદાન આપનાર દાતાઓની ઉમદા ભાવનાને બિરદાવતા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલે, ઘાટા ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કર્યું હતું.

સમાજનું ઋણ અદા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરનારા સમાજ શ્રેષ્ઠીઓની ઉદ્દાત ભાવના થકી, ઘાટા ગામને સાંસ્કૃતિક ભવનની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. તેમ જણાવતા મંત્રી આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તેવા સહિયારા પ્રયાસોની પણ હિમાયત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ ગામીતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, કેળવણી મંડળની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમના લોકાર્પણ બાદ મંત્રી સહિત મહાનુભાવોએ ઘાટા ગામના 300 વર્ષ જુના ઐતિહાસિક વડ દાદાની મુલાકાત લઈ, આ સ્થળને વધુ લોકભોગ્ય બનાવવા માટેના ઉપયોગી સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો