તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં કોરોના જાગૃતિના બેનરો દરેક ગામોમાં લગાડવા સૂચના અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના મદદનીશ કલેકટર ડો. હસરત જાસ્મિન(IAS)ની અધ્યક્ષતામાં કોરોના વાયરસ બાબતે યોજાયેલી બેઠકમાં દરેક ગામોમાં જાગૃતિના બેનરો લગાડવા, પાલિકા ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં થુંકનારાઓને દંડ કરવા, મેળાવડાઓની પરમિશન મોકૂફ રાખવા સહિતની સૂચના અપાઈ હતી. અત્રેની મામલતદાર કચેરીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મદદનીશ કલેકટરે તમામ વિભાગોને સંકલન કરવા, માસ્કની જરૂરીયાત માટે સંપર્ક કરવા, સ્ટાફને પોતાનું ધ્યાન રાખવા અને ઓફિસમાં સ્વચ્છતાની જાળવણી, રૂમાલ રાખવા સહિતનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત મામલતદારને મેળાવડાઓની પરમીશન બંધ કરવા સૂચન કર્યું હતું. મામલતદારે કોઈ પણ પ્રકારના મેળાવડા માટે હાલે પરમિશન અપાતી નથી એવી માહિતી આપી હતી. આરોગ્ય અધિકારીએએ બેઠકમાં દર દસ મિનિટમાં હૂંફાળું પાણી પીવા, આઈસ્ક્રીમ સહિતની ઠંડી વસ્તુઓ ટાળવા સહિતની જાણકારી આપી હતી. મામલતદાર એ.એચ.પટેલે આરોગ્ય અધિકારીને આયુર્વેદિક ઉકાળાના આયોજન માટે સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...