તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી મામલતદાર કચેરીમાં કૂલર 6 માસથી બંધ, અરજદારોને મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી મામકતદાર કચેરીએ પીવાના પાણીનું કુલર છેલ્લા 6 માસ થી બંધ છે ત્યારે રોજબરોજ મામલતદાર કચેરીએ દાખલા સહિતના કામો કરવા અર્થે આવતા અરજદારો મુલાકાતીઓને પીવાના પાણીની મુશ્કેલી મામલતદાર કચેરીએ પી.ડબ્લ્યુ.ડી.ને લેખિત જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે વહેલી તકે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોકોની માંગણી છે.

ગણદેવી મામલતદાર કચેરી અંતર્ગત 65 ગામો અને 2 પાલિકાઓ આવે છે. જૂન 2010માં કાર્યરત થયેલ મામલતદાર કચેરીમાં રોજબરોજના મોટી સંખ્યામાં અરજદારો તેમજ મુલાકાતીઓ આવતા હોય છે. તેમની સુવિધા માટે પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. જે હાલ છેલ્લા 6 માસથી બંધ છે. ગણદેવી તાલુકાના 65 ગામોની 179260ની વસતિ અને બીલીમોરા અને ગણદેવી પાલિકાની 94600ની વસતિ ધરાવે છે. જેમાંથી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો અને મુલાકાતીઓ આવતા હોય છે. હાલમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરીક્ષા પૂર્ણ થઈ છે. જે બાદ નવા એડમિશન માટે સરકારી લાભો મેળવવા જાતિ, ઉન્નત વર્ગ, આવક ડોમિસાઈલ સહિતના રેશનકાર્ડ, આધાર કાર્ડ, દસ્તાવેજના કામો માટે આવતા તમામ મુલાકાતીઓ અને અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય છે. રોજેરોજ 550થી વધુ અરજદારો આ માટે આવતા હોય છે. હાલ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે જાહેર જનતાના પાણીની સુવિધા માટે મુકવામાં આવેલી આ કુલર બંધ છે. લોકોની સુખાકારી માટે મામલતદાર કચેરીમાં ઠંડા પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું જે હાલ બગડેલી અવસ્થામાં છે.

ગણદેવી મામલતદાર કચેરીમાં બંધ હાલતમાં કુલર.

પીડબ્લ્યુ વિભાગને 3 મહિનાથી જાણ કરી છે
છેલ્લા છ માસથી કુલર બગડેલું છે. આ બાબતે કુલર બાબતે ગણદેવી પીડબ્લ્યુડી વિભાગને ત્રણ મહિના અગાઉ લેખિત જાણ કરી હતી, તેમ છતાં વોટરકુલર બાબતે હાલ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. અહીં આવતા અરજદારોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણીના જગ મુકવામાં આવ્યા છે. જેથી લોકો પાણીની જરૂરિયાત સંતોષી શકે. કે.પી. નાગર, ગણદેવી મામલતદાર કચેરીના સર્કલ

અન્ય સમાચારો પણ છે...