Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારિયા-સેલવાસ બસને નવસારીના પાસ હોલ્ડરોએ રોકી રાખતા વિવાદ
એસ.ટી.તંત્ર ના ગોધરા વિભાગના બારિયા ડેપો દ્વારા સંચાલિત થતી બારિયા-સેલવાસ બસ વાયા પાવાગઢ, હાલોલ, વડોદરા, સુરત, નવસારી, ચીખલી, વલસાડ અને વાપી બસ ઉધના ડેપો આવી ત્યારે ઉધનાથી નવસારી જનાર બે યુવતી અને એક યુવાને કંડકટર જોડે ખોટી રીતે બબાલ કરી બસને ઉધના ડેપો ખાતે ગેરકાયદેસર રોકી રાખતા મુસાફરોમાં આક્રોશ ફેલાયો હતો.
બનાવ સ્થળેથી મળતી માહિતી મુજબ 10મી જાન્યુઆરીએ બારિયાથી સેલવાસ જતી બસ (નં. જીજે-18-ઝેડ-3197)માં સુરત ડેપો ખાતે ટિકીટ મશીન બગડ્યું હતું, જેને લઈને ફરજ ઉપરના કંડકટરે સુરત ડેપોમાંથી નવું મશીન લીધું હતું. આ મશીનમાં ઉધના ડેપોનું સ્ટોપ ન હતું અને બસમાં બારિયાથી ઉધના ડેપોનો એક મુસાફર હોય તેને ઉતારવાના હોય બસ ઉધના ડેપોમાં લઇ ગયા હતા. સુરતથી ઇસ્યુ થયેલા મશીનમાં ઉધનાનું સ્ટોપ ન હતું અને ઉધના ડેપોમાંથી બે યુવતી અને એક યુવાન કે જેનો પાસ ઉધના ડેપોથી નવસારીનો હતો ત્યારે કંડકટરે વિનંતીથી જણાવ્યું કે આ મશીનમાં ઉધના સ્ટોપ નથી એટલે મારે પાસની ટિકીટ ન અપાઈ છતાં પણ આ પાસ ...અનુ.પાના નં. 2
ઉધના ડેપો ખાતે રોકી રખાયેલ બસ અને પાસ હોલ્ડરો તેમજ રૂટકાર્ડ.