Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોન્સ્ટેબલનો મહિલા GRDને વોટ્સએપ મેસેજ ‘તમે મને ગમો છો’
રાજપીપલામાં રહેતી અને GRDમાં ફરજ બજાવતી વિધવા મહિલા પર પોલીસ કોન્ટેબલે છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડેડીયાપાડાના પોલીસ કોન્ટેબલ વિરૂધ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજપીપલામાં રહેતી અને નર્મદામાં જી.આર.ડી તરીકે નોકરી કરતી 37 વર્ષીય વિધવા મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જિતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મંદિરની બાજુના રૂમમાં એકલી કપડાં ઈસ્ત્રી કરતી હતી. ત્યારે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ ધૂળા વસાવાએ પાછળથી આવીને તેની છેડતી કરી હતી. બાદમાં એ જ દિવસે સાંજે રમેશ ધૂળા વસાવાએ મહિલાને વોટ્સ એપ મેસેજ પણ કર્યો હતો.
જેમાં તમે સારા છો, મને ગમો છો તેમ કરી છેડતી કરી હતી. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિધવા પર નજર બગડી શારીરિક અડપલાં કર્યા