કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું હાંસોટ-અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ દાંડી થી સાબરમતી સુધીની ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા ,માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ,ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી મોહંતી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામે ગાંધી સંદેશ યાત્રા લઈને આવતા તેઓનું ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ પટેલ, મગન પટેલ સહીતના આગેવાનો એ સ્વાગત કર્યું હતું આ યાત્રા હાંસોટ તાલુકાના દાંડી માર્ગ પર આવતા, સુણેવ, રાયમા, વાલનેર, દીગસ ગામે આવતા તેમનું ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પ્રવેશ કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યોજીત ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...