તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મઢીમાં લારીવાળાઓ માટે ફાળવેલી નવી જગ્યા ખાનગી માલિકીની હોવાથી મુંઝવણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઢી મેઈન બજારમાં પોલીસ ચોકીની બાજુમાં આવેલ ગ્રામ પંચાયતની જગ્યામાં છેલ્લા 35 વર્ષથી 30 જેટલા લારીવાળા અને દુકાનદારો રોજીરોટી રળી જીવન નિર્વાહ કરે છે. જેમને નોટિસ પાઠવી જગ્યા ખાલી કરવા જણાવેલ છે. જેથી દુકાનદારો પર રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારબાદ ગ્રામ પંચાયતે વૈકલ્પિક જગ્યા બતાવી છે, જે ખાનગી જમીન હોવાથી દુકાનદારો મુઝવણમાં મુકાઈ રહ્યાં છે.

બારડોલી પોલીસ દ્વારા મઢી આઉટ પોસ્ટની બાજુમાં આવેલ સટીસવરેની700 ચોમીની જમીન મઢી આઉટ પોસ્ટ તથા પોલીસ ક્વાર્ટર્સ બનવાવા માટે કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામમાં આવેલ છે. જે જમીન પર 30 જેટલી શાકભાજી અને ફ્રુટની ...અનુ.પાના નં. 2

લારીવાળાઓ છેક 1984થી ધંધો રોજગાર કરી ને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જેઓને જગ્યા ખાલી કરવા માટે પોલીસ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જે નોટિસ મળ્યાને 7 દિવસમાં ખાલી કરવાનું જણાવ્યું હતું જે મુદ્દત લંબાવીને 30 એપ્રિલ કરવામાં આવી છે. નોટિસ મળતાં દુકાનદારોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. સાથે સાથે જીવન નિર્વાહ કરવા માટે અને પરિવારના ભરણ પોષણ માટે પણ પ્રશ્ન ઉપસ્થિત થયા છે. જે અંગે દુકાનદારોએ અનેક જગ્યાએ રજૂઆત કરી વૈકલ્પિ જગ્યાની માંગણી કરી હતી. જે સંદર્ભે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ ત્રણ- ચાર વૈકલ્પિક જગ્યા બતાવી છે જે પૈકી આર. બી. એપાર્ટમેન્ટની પાછળની જગ્યા પંચાયતના સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવી છે. જે અંગે દુકાનદારો સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પરંતુ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલ જગ્યા પર દુકાનદારો જવામાં આનાકાની કરતાં હોવાનું દુકાનદારો દ્વારા જાણવા મળેલ છે.

મઢીમાં 35 વર્ષથી વેપાર કરતા લારીગલ્લાવાળા જેને નોટિસ પાઠવાઇ છે.

કાયમી જગ્યા ફાળવવાની માંગ
દુકાનદારોના જણાવ્યા અનુસાર પંચાયત દ્વારા બતાવવામં આવેલ જગ્યાએ ખાનગી માલિકીની છે. થોડા સમય બાદ ખાનગી જમીન હોવાથી ફરી આજ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...