તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલીના કલેકટર અને હાલના ચૂંટણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલીના કલેકટર અને હાલના ચૂંટણી અધિકારીએ ચૂંટણી આયોગને કામમાં દખલગીરી બાબતે કરેલી ફરિયાદ બાદ હવે ચૂંટણી આયોગ બંને સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહની ચૂંટણી પ્રક્રિયા ઉપર ચાપતી નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ બંને સંઘપ્રદેશ આચાર સંહિતાનો કડક અમલ અને નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ તમામ તૈયારી થઇ રહી છે.

સંઘપ્રદેશ દમણના ચૂંટણી વિભાગ દ્વારા મહત્તમ મતદાન થાય અને તમામ મતદારો આ ચૂંટણીમાં ભાગ લે એ માટે વિવિધ કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં આયોજીત થઇ રહ્યા છે. હાલમાં જ સંઘપ્રદેશ દાનહના ચૂંટણી અધિકારી કન્ન ગોપીનાથને ભારતના ઇલેકશન કમિશનને ફરિયાદ કરી હતી. દાનહના ચૂંટણી અધિકારીની ફરિયાદ ચૂંટણી આયોગે બંને સંઘપ્રદેશ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ]

બીજી તરફ પ્રદેશમાં આચારસંહિતાનો કડક રીતે અમલ થાય એ માટે પણ આયોજન કરાયું છે. બંને સંઘપ્રદેશના મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે કોઇ પણ જાતના દબાણમાં આવ્યા વિના મતદાન કરી શકે એ માટે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા વોચ રાખી રહી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓમાં પણ દાનહના અધિકારીની ફરિયાદ હિંમત આવી હોવાનું જાણવા મળે છે. મતદારો પણ નિર્ભિક બની મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...