તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડહેલીમાં રસ્તા મુદ્દે ફરી ડેપ્યુટી કલેકટરને પૂરાવા સાથે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના ડહેલી ગામમાં ભીલાડ સંજાણ મુખ્ય રસ્તાથી ટોકનપાડા ગજુભાઇ વરઠાના ઘર તરફ જતાં રસ્તા મામલે માજીડેપ્યુટી સરપંચે પારડી નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં પંચાયતે કામગીરી વગર જ પૈસા નો ઉપાડ કર્યો હોવાની ફરિયાદ કરી છે.

ડહેલીના ભંડારીપાડામાં રહેતા વિજયભાઇ રમણભાઇ પટેલે નાયબ કલેકટર પારડીને એક લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું હતું કે, ગ્રામપંચાયત હસ્તક એટીવીટી યોજના 2018-19 અંતર્ગત ઉમરગામ, ડહેલી, ભીલાડ, સંજાણ મુખ્ય રસ્તાથી ટોકનપાડા ગજુભાઇ વરઠાના ઘર તરફ જતો માર્ગ માટે રૂ. 4,86,365 મંજૂર થયા હતાં. 11 ફેબ્રુઆરી 2019ના દિને કોન્ટ્રાકટરને ચેકથી રૂ. 4,86,365 ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનીયર એટીવીટી ઉમરગામના કમ્પલીશન (સીસી) સર્ટીમાં કામ શરૂ થતાં 15 નવેમ્બરે 2018 દર્શાવ્યા મુજબ ચુકવણું કરાયું હતું. (સીસી)આપનાર સરકારના પ્રતિનિધિ અને કર્મચારીઓએ કોઇપણ સ્થળ નિરીક્ષણ કર્યા વગર સીસી આપ્યું હતું. પરંતુ 30 ડિસેમ્બર 2019 સુધી કોઇપણ પ્રકારનું કામ કે માલ સામાન નાંખવામાં આવ્યો ન હતો. પરંતુ 31 ડિસેમ્બર 2019ના દિને સવારે 10 કલાકથી કામની શરૂઆત કરવામાં આવી હતી. જેથી 11 ફેબ્રુઆરીએ કરવામાં આવેલ ઉપાડ ગેરકાયદેસર છે. પંચાયતના રોજમેળ, વાઉચર તથા સીસી સર્ટીફિકેટ તેમજ રસ્તાના ફોટાની ઝેરોક્ષ નકલ સહિતના પૂરાવા સામેલ છે. કોન્ટ્રાકટરના મેળાપીપણામાં સરપંચે અંગત વપરાસ માટે નાણાં ઉપાડયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સોમવારે તલાટી સાથે નિરીક્ષણ કરાશે
 આ પ્રકારની કોઇ કામગીરી કરવામાં આવી નથી. મારા પર થયેલા આક્ષેપ ખોટા છે. સોમવારે તલાટી સાથે નિરીક્ષણ કરવામાં આ‌વશે. નિરીક્ષણ બાદ વાસ્તવિકતા ખબર પડશે.સુનિલભાઇ પટેલ, સરપંચ ડહેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો