તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડમાં દુષિત પાણીને કારણે રહિશોને શરીરે ખંજવાળ ઉપડતી હોવાની ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડ ખાતે વોટર વર્કસની પાણીની પાઇપ લાઇનમાંથી કસ્બા મહોલ્લા,પાદર ફળીયામાં પાણી દુષિત પાણી સપ્લાય થઇ રહ્યું છે, દુષિત પાણી આવવાને કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહયા છે, કસ્બા ફળિયામાં એક જ ઘરમાં 6 વ્યક્તિઓ ખજવાળના રોગનો શિકાર બની રહયા છે.

વાલોડ નગરમાં વોટરવર્કસ લાઇનમાંથી દુષિત પાણી આવવાની સંભાવના ગમે ત્યાં ઉભી રહે છે, વોટરવર્કસ પાઇપલાઇનો જર્જરિત થઇ જવાને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ગંદુ આવતા હોવાની ફરિયાદો ગામમાં કશે ને કશે સામે આવે જ છે, મોટેભાગે વોટરવર્કસ પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરલાઇન ભેગી થતી હોય તેવા વિસ્તારોમાં આવા પ્રશ્નો ઉભા થાય છે, થોડાથોડા દિવસે ઉઠતી ફરિયાદોને પગલે ગ્રામપંચાયત દ્વારા જે તે વિસ્તારમાં તપાસ કરી લીકેજ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, હાલમાં કસ્બા ફળિયા અને કાઝી મહોલ્લામાં ઝાડા ઉલ્ટીના બનાવ બન્યાને માંડ 5 દિવસ થયા છે ત્યાં કસ્બા ફળિયા તથા પાદરફળીયામાં દુષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે, કસ્બા ફળીયા વિસ્તારમાં બી.કે. પઠાણના ઘરમાં તપાસ કરતા પાણીની ટાંકીમાં ડહોળું અને વાસ મારતું પાણી મળી આવ્યું છે, તેમના ઘરની આજુબાજુના 10 થી 12 ઘરોમાં દુષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉભી છે તેજરીતે પાદરફળીયામાં સ ઇદખાન પઠાણને ત્યાં પણ દુષિત પાણી આવવાની ફરીયાદ ઉઠવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઠેલું ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં, માત્રને માત્ર કાગળો પર કામગીરી થઇ ગયાનું બતાવી ખર્ચ પાડી દેવામાં આવે છે પરંતુ સંતોષકારક કોઈ જવાબ મળતું નથી, આ કસ્બા ફળિયામાં સતત ત્રણ વર્ષમાં ઝાડા ઉલ્ટીના બનાવો તથા દુષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉઠી હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા તંત્ર કરી રહ્યું છે.

જુની અને જર્જરિત લાઇન કાઢી, નવી લાઇન નાંખવી એજ કાયમી ઉપાય
દુષિત પાણીથી ઘરના 6 સભ્યોને ખંજવાઇ શરૂ થઇ છે
આ દુષિત પાણી કેટલાય સમયથી આવી રહ્યું છે અને કેટલાય ઘરોમાં પણ દુષિત પાણી આવે છે, ગમે ત્યારે પાણીના નમૂના લેવામાં આવે તો એ પાણીના નમૂના દુષિત હોવાનું પુરવાર કરશે જેમાં બે મત નથી, દુષિત પાણીના લીધે તેમના ઘરના છ જેટલા સભ્યો જેમાં નાના બાળકોની સાથે મોટેરાઓને પણ ખંજવાળનો રોગ શરીર પર ચાલુ થયો છે. યાસીર પઠાણ,કસ્બા ફળિયા વાલોડ

પાણી પીવા માટે તો શું, નાહવાને લાયક પણ નથી
વૉટરવર્ક્સનું પાણી પીવાને લાયક તો નથી જ, પરંતુ નાહવા અને રસોઈ કરવાને પણ લાયક નથી, હમારી પરિસ્થિતિ ઘણી ગંભીર હોવા છતાં તંત્રને જોવાની પણ ફુરશદ નથી. ઇદ્રિશખાન પઠાણ,કસ્બા ફળિયા વાલોડ

છેલ્લા એક માસથી દુષિત પાણી આવી રહ્યું છે
છેલ્લા એક માસથી હમારે ત્યાં દુષિત પાણી આવે છે. ગ્રામ પંચાયતમાં જાણ કરતા કર્મચારીઓ આવી દેખાવ પૂરતો ખાડો ખોદી કામગીરી થયાનું જણાવી હમો રહીશોને તથા સરપંચ તલાટીને પણ અંધારામાં રાખી કામગીરી થઇ ગયા હોવાનો ડોલ કરે છે. સમસ્યાનો ઉકેલ આવતો નથી. સલમાન શેખ, નુરાની ફળિયા વાલોડ

વાલોડમાં લાઇનનું ગંદુ પાણી અને શરીરે ખંજવાળ ઉઠતા એક બાળકના મોઢા પર ફુલ્લી થઇ ગઇ.

વાલોડની જર્જરિત પાઇપલાઇનનો કાઢી નવી લાઈનો નાખવામાં આવે તો દુષિત પાણી અને આરોગ્યને પહોંચતું નુકશાનથી લોકો બચી શકે. વાલોડ ગ્રામ પંચાયતના અધિકારી તથા પદાધિકારીઓ વાલોડ નગરના હિતમાં સરકારમાંથી આવેલ કરોડોની ગ્રાન્ટ પરત લાવવા પ્રયાસ કરવાનું હાલ કહી રહયા છે પરંતુ આ અધિકારી તથા પદાધિકારીઓને આ માટે મુહૂર્ત ક્યારે કાઢશે તે અંગે કહી ન શકાય.

દુષિત પાણીથી એલર્જી થઇ શકે
કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ નિલેશ ચૌધરીના જણાવ્યા મુજબ વાલોડમાં દુષિત પાણીની સમસ્યાએ ઘણો મોટો પ્રશ્ન છે, વર્ષ દરમ્યાન ઝાડા ઉલ્ટીના બનાવો ત્રણ વખત થાય છે, હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, પાણી દુષિત થવા અંગેના મૂળ કારણ શોધી તેની નક્કર કામગીરી કરવી જરૂરી બની છે. દુષિત પાણીનો ઉપયોગ કરવાથી ઝાડા ઉલ્ટી અને શરીરે એલર્જીને કારણે ખજવાળ થવાની શક્યતાઓ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો