તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાએ બાઇક આપવાનો ઇનકાર કરતા કોલેજીયન પુત્રનો ગૃહત્યાગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોલેજમાં અભ્યાસ કરતા અંકલેશ્વર જીઆઇડીસીના કિશોરે પિતા પાસે બાઇકની માગણી કરી હતી.પિતાએ બાઇક અાપવાનો ઇનકાર કરતા પુત્ર ઘરેથી જતો રહ્યો હતો. તેણે પપ્પાના પૈસાથી શોખ પૂરા નથી કરવા તેવો સંબંધીને મેસેજ કરતા પિતાએ જીઆઇડીસી પોલીસને જાણ કરતા શોધખોળ હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીના 17 વર્ષીય કિશોરે પિતા પાસે બાઈકની માગણી કરી હતી. પિતાએ તેની માગણી નહીં સ્વીકારતા પુત્રને લાગી આવ્યું હતું. ગત 12મી માર્ચે ઘરેથી ઝેરોક્ષ કઢાવવા જાઉં છું તેમ કહી નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન સબંધી ભત્રીજીને પુત્રનો મેસેજ આવ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે “મેં જે કંઈ કરું એ મારી રિસ્પોન્સબીલીટીથી કરીશ.મને શોધવાનો પ્રયત્ન કરશો નહીં.મારા પપ્પાના પૈસાથી શોખ પૂરા નથી કરવા જે કઇ કરીશ તે મારા દમ પર કરીશ, ત્યારબાદ મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પિતાએ અંકલેશ્વર શહેર પોલીસને
જાણ કરી છે.

પુત્ર ગુમ થયા અંગે પિતાએ અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરી

પપ્પાના પૈસાથી શોખ પૂરા નથી કરવા, વિદ્યાર્થીએ સંબંધીને મેસેજ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો