તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાંધઈમાં પિતૃ તર્પણ માટે સામૂહિક શ્રાદ્ધ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ઔરંગા નદીના કિનારે આવેલા નાંધઇના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધનું આયોજન શનિવારના દિવસે કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ રાકેશ પટેલ તેમજ ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટના સભ્યોએ ધાર્મિક કાર્યમાં સેવા બજાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જ્યારે સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ઔરંગા નદીના તટે પ્રગટેશ્વર ધામના શિવ ઉપાસક ધર્માચાર્ય પ્રભુ દાદા દ્વારા સામૂહિક શ્રાદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના પ્રમુખ બિપીનભાઈ પરમાર, પપ્પુભાઈ પટેલ, મયુરભાઇ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આચાર્ય કશ્યપભાઈ જાની, અનિલભાઈ જોશી દ્વારા સામૂહિક શ્રાદ્ધની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...