Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તુંબમાં પ્રદૂષણ ઓકતી રેડીયમ ક્રિએશન કંપનીને ક્લોઝર નોટિસ
તુંબ ગામમાં “રડીયમ ક્રિએશન લિમિટેડ” વેસ્ટ ઝેરી કેમિકલયુક્ત પાણી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હતું. જીપીસીબી વિભાગ દ્વારા રડીયમ ક્રિએશન લિમિટેડ કંપનીને ક્લોઝર આપી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ કંપની ફરી શરૂ થઈ ગઈ હતી. આમ છતાં આજુબાજુ વિસ્તારના બોર કૂવામાં લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી જોવા મળે છે. થોડા દિવસો કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવેલ કેમિકલ યુક્ત પાણીના કારણે અનેક પક્ષીઓ મરી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોનો ઓહપો જોતાં જી.પી.સી.બી. દ્વારા તપાસ કરી હતી અને કાર્યવાહીના ભાગ રૂપે ફરી એક વખત કંપનીને ક્લોઝર કાર્યવાહી કરતાં વીજ વિભાગ દ્વારા વીજળીનું જોડાણ કાપી દેવામાં આવ્યું છે. કંપની કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે કંપનીએ પરિસરમાં મોટી ટાંકી બનાવેલી છે જેમાં મોટા પાયે પાણીનો સંઘ્ર કરે છે. ખેડૂતોને જરૂરી વળતર પણ મળવું જરૂરી હોવાની માંગ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. આ મામલો એન.જી.ટી પાસે પોહચાડવાની ગતિવિધિ ગામના જાગૃત શિક્ષિત યુવાનો કરી રહિયા છે. જીપીસીબીના રિજનલ ઓફિસરે એચ.એમ.ગામિતે જણાવ્યું કે, રેડિયમ ક્રિએશન કંપની લિમિટેડ”ને ક્લોઝર આપી છે.