તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી જિલ્લામાં આધાર સિડીંગની કામગીરી 100 ટકા થયાનો દાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની આજે વ્યારા ખાતે અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આવેલ તમામ ૨૪૨ વ્યાજબી ભાવની દુકાનોને માર્ચ-૨૦૧૮થી આધાર આધારિત વિતરણ વ્યવસ્થા હેગળ જોડવામાં આવેલ છે. જે અન્વયે રેશનકાર્ડ ધારકોના નંબર સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે વસતી સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી ૯૭ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આધાર વેરીફીકેશનની કામગીરીની વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, એન.એફ.એસ.એ. યોજના અન્વયે જિલ્લાના કુલ ૧,૧૪,૫૨૩ રેશનકાર્ડધારકો પૈકી ૧,૧૪,૫૨૧ રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. આમ, રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવાની કામગીરી ૧૦૦ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૧,૧૧,૭૫૦ બેંક એકાઉન્ટ મેપ કરી ૯૭.૫૮ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના હેઠળ તાપી જિલ્લામાં ૮૭.૪૨ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...