તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છીણી ધનસેર પાટિયા પાસેથી અખાદ્ય ગોળ ભરેલો ટેમ્પો પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કાંઠાનાં ગામોમાં સપ્લાય કરતા ગોળના જથ્થા સાથે ઓલપાડ પોલીસે છીણી ધનસેર ગામના પાટિયા નજીકથી એક ટેમ્પો પકડી પાડી તેમાંથી મળેલો ગોળ ક્યાં પ્રકારનો છે તે તપાસ અર્થે મોકલી હાલ ઘટના બાબતે જાણવા જોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં મોટા પાયે દેશી બનાવટનો દારૂ બનાવી વેચાણ કરવાનો વેપલો ચાલતો છે. ત્યારે દારૂ બનાવવા કામે લેવાતો ગોળ અહીંનાં ગામોમાં મોટા પાયે સપ્લાય કરાતો આવ્યો છે. ત્યારે ગત ઓલપાડ તાલુકાના મોજે પિંજરત થી તેના જવાના રોડ ઉપર છીણી ધનસેર ગામના પાટિયા પાસેથી એક અશોક લેલેન કંપનીનો ટેમ્પો નંબર (GJ-05 YY-3324) ને રોકી તપાસ કરતા તેમાં 36 નંગ પૂઠ્ઠાના બોક્સમાં ગોળ ભરેલ હોય જે કુલ 360 કિલો ગ્રામની કિંમત રૂપિયા 10,800 અને ટેમ્પો મળી કુલ 2,10,800નો મુદામાલ કબજે લઈને ગોળ કયા પ્રકારનો છે તે તપાસવા એફ.એસ.એલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...