મોપેડ સવાર મહિલાના ગળા માંથી મંગળસૂત્રની ચિલઝડપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી પંથકમાં સ્નેચરો ફરી પેંધા પડ્યા છે. શુક્રવારે ગણદેવી પટેલ ફળિયાથી દૂધ લેવા વડસાંગળ જવા મોપેડ પર જતી મહિલાનો પીછો કરી ધૂમ સ્ટાઈલમાં બાઇક સવાર બે સ્નેચરોમાંથી બાઇક પર પાછળ બેસેલા સ્નેચરે મહિલાના ગળામાંથી ત્રણ તોલાનું મંગળસૂત્ર કિંમત રૂ. 90 હજારનું તોડી ફરાર થયાં હતાં. સ્નેચરોને કોઈનો ખોફ જ રહ્યો ન હોય તેવું ભાસી રહ્યું છે. ગણદેવી પોલીસે માત્ર મહિલાની લેખિત અરજી લઈ સંતોષ માન્યો પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે.

ગણદેવી પંથકમાં બાઇક સવાર ચેઈન સ્નેચરો સક્રિય બન્યા છે. જમનાબેન જગદીશભાઈ પટેલ(ઉ.વ. 40, રહે. પટેલ ફળિયા, ગણદેવી) તેમના રોજિંદા નિત્યક્રમ પ્રમાણે શુક્રવાર સાંજે 5 વાગ્યાના અરસામાં પોતાની એક્ટીવા (નં. જીજે-21-એએચ-0050) ઉપર પોતાના પિયર વડસાંગળ ગામે દૂધ લેવા નીકળી હતી. જે ગણદેવી સુગર ફેક્ટરી પાસે લાલડુંગરી રોડ પર પહોંચી હતી. તે દરમિયાન તેમના પાછળથી બાઇક પર સવાર 22થી 25 વર્ષના બે યુવાનો ધૂમ સ્ટાઈલ તેમની એક્ટિવા ગાડીની લગોલગ આવી ગયા હતા. મોપેડ સવાર મહિલા લગોલગ પોતાની બાઇક લાવી મોપેડને ટક્કર મારવાની કોશિશ કરી હતી. જેને કારણે મોપેડ સવાર મહિલા જમનાબેન ગભરાય ગયા હતા. તે દરમિયાન બાઇક પાછળ બેઠેલા યુવાને હાથ લંબાવી જમનાબેને ગાળામાં પહેરેલુ સોનાનું મંગળસૂત્ર તોડી લીધું હતું અને બાઈક પર દુવાડા તરફ હાઇવે તરફ પુરપાટ ઝડપે હંકારી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...