તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિકેરના ઓર્ગેનિક ફાર્મની ઈનોવેટીવ એવોર્ડ માટે પસંદગી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડ તાલુકાના શિકેર ગામે ઓર્ગેનિક ખેતી કરાઈ રહી છે. શિકેરના ખેડૂત દ્વારા રસાયણિક ખાતરનો ઉપયોગ કરાયો નથી. ફાર્મ ટૂ ફોર્કના વિચારનો અમલ કરવાના નિશ્ચય અને માનવ સમાજને કેમિકલ મુક્ત વિવિધ ફળો આપવાની એક ખેડૂત તરીકેની જવાબદારીના પ્રયાસ રૂપે આજાજી ઓર્ગેનિક ફાર્મશિકેર દ્વારા અમારા તમામ ઓર્ગેનિક ફળો જેવા કે જમરૂખ એપલબોર, ખારેક, કેરી જેવા અનેક ફળોનું આધુનિક ખેત પધ્ધતિથી વિશિષ્ટ સફળ ખેતી કરી રહ્યા છે. શિકેર ખાતે આવેલા ફાર્મમાં વિવિધ સંશોધનો કરાઈ રહ્યા છે અને તજજ્ઞોના સેમિનાર થઈ રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક, ખેતી વાડીના અધિકારીઓ માગૅદશૅન હેઠળ અને આધુનિક રીતે ઉત્પાદન કરીને વેચાણ કરાતા ફળો ખરેખર ઓર્ગેનિક જ છે તેના માટેના જરૂરી સર્ટિફિકેટ માટેની ત્રણ વર્ષથી પ્રક્રિયા આરંભી હતી,જે અંતર્ગત ચાલુ વર્ષે આજાજી ફાર્મને ગુજરાત ઓર્ગેનિક સર્ટીફિકેશન એજન્સી (ગોપકા), અમદાવાદ દ્વારા સજીવ ખેતી સર્ટીફિકેશન માટેનું C-3 (SCOPE) સર્ટીફિકેટ અપાયું છે તેમજ આ પ્રયાસોની નોંધ આપણા દેશની કૃષિ સંશોધનમાં સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા \\\"Indian Agricultural Research Institute (IARI), New Delhi દ્વારા પણ લેવાઈ છે અને \\\"IARI Innovative Farmer Award - 2019\\\" માટે આજાજી ફાર્મની પસંદગી કરાઈ છે. જે અંતર્ગત તા. 5થી 7 માર્ચ દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજીત રાષ્ટ્રીય કૃષિ મેળા \\\"કૃષિ ઉન્નતિ’માં તા. ૦7 માર્ચના રોજ આ એવોર્ડ ખેડૂત જીગરભાઈ પી. દેસાઈ અને પ્રવિણભાઈ આર. દેસાઈને આપવામાં આવશે.

સાર સમાચાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો