અંકલેશ્વરની J.S.ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાના જંગલોમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા કુખ્યાત ગુડ્ડુ ફરી વખત જીપીસીબીના હાથે ઝડપાયો છે. આ વખતે તે અંકલેશ્વર જીઆઇડીસીની જે.એસ.કેમિકલ્સમાંથી કેમિકલ વેસ્ટના નિકાલ કરતી વેળા ઝડપી લેવાયો છે. જીપીસીબીએ ગુડ્ડુ, કંપનીના માલિક અને ટેમ્પાચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્લોટ નંબર 1517 પર આવેલ જે.એસ.ઇન્ડસ્ટ્રી માંથી 54 જેટલા ડ્રમો ભરીને કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવા રવાના કરવાની પેરવી ચાલી રહી હતી. દરમિયાન જીપીસીબીના રીજીયોનલ મેનેજર આર.બી.ત્રિવેદી તથા તેમની ટીમે દરોડો પાડયો હતો.

જેમાં ગુડ્ડુ અને ટેમ્પોચાલકને ઝડપી લેવાયાં હતાં. અત્રે ...અનુસંધાન પાના નં.2

અંકલેશ્વરની જે.એસ. ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કુખ્યાત ગુડડુ સહિત 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.