તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારાની મહિલાના ક્રેડિટ કાર્ડ માંથી 1 લાખ ઉપાડી લેતા ઠગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે આવેલ મહાવીર કોમ્લેક્સમાં રહેતા અને વ્યારા કોર્ટમાં નાઝર તરીકે ફરજ બજવતી એક મહિલાના એકાઉન્ટમાંથી બે જેટલા ઈસમો દ્વારા ક્રેડિટ કાર્ડની લોભમણી સ્કીમ આપી અને મહિલા વિશ્વાસમાં લીધા અલગ અલગ રીતે તેના ખાતામાંથી ત્રણ વખતમાં કુલ્લે 1 લાખ વધુ રૂપિયા ઉપાડી લીધા હતા. જેના પગલે આજરોજ મહિલાએ વ્યારા પોલીસ મથકે આવી બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વ્યારા નગર મહાવીર કોમ્પ્લેક્સમાં રહેતા શોભનાબહેન રામસિંગ ગામીત તેના પરિવાર સાથે રહે છે અને છેલ્લા સાત મહિનાથી વ્યારા કોર્ટ માં રજીસ્ટર કમ નાઝર તરીકે ફરજ બજાવે છે. તેમને એક વર્ષ અગાઉ એમના મોબાઈલ નંબર એક અજાણ્યા ઈસમનો ફોન આવેલો હતો. તેમણે ક્રેડિટ કાર્ડ મળે છે કહી અને વ્યારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી મળી લેજો જણાવ્યું હતુ. જેઓ બેંકમાં જઈ ક્રેડિટકાર્ડના ફોર્મ અને વિગત જમા કરાવ્યા હતા. જોકે જે બાદમાં થોડા દિવસ પછી જ્યોતિ નિષ્કામ અને રાજ કુમાર શર્માના ફોન શોભનાબહેન પર આવ્યા હતા. બંને ઈસમો દ્વારા શોભનાબહેનને વિશ્વાશમાં લઇ અને શોભનાબહેનના ક્રેડિટ કાર્ડ પરથી 13મી જાન્યુઆરી 2018ના રોજ 10,000 યશબેંક ગુડગાંવથી તેમજ 10,000 બેંગ્લોરથી મોબાઈલ વોલેટમાં લીધા હતાં. 12-04-2018 ના રોજ ફરી ક્રેડિટ કાર્ડમાંથી 80, 195 રૂપિયા રોઝર પે સોફ્ટવેરથી ઉપાડી લીધા હતા. બેંકમાં સ્ટેટમેન્ટ આવતા શોભનાબહેનના ખાતા માંથી રકમ કપાયેલી જોતા ચોકી ઉઠ્યા હતાં. જેના પગલે શોભનાબહેન દ્વારા વ્યારા પોલીસ મથકે આવી જ્યોતિ નિષ્કામ અને રાજકુમાર શર્મા વિરુદ્ધ ફરિયાદ નોધવાઇ હતી. જે અંગે વ્યારા પીઆઇ રાકેશ પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...