તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાવાળો જ ચોકીદાર બનીને દેશની શકલ પલટી શકે છે : પૂ. પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | નંદુરબાર જિલ્લા સ્થિત ભાદવડ જૈન સંઘના આરાધના ભવન ખાતે પૂ. પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ અનેપૂ. મૂની પ્રીતદર્શન વિજયજી મ. સાહેબના પુનિત પગલાં થયા હતાં. પાવન પ્રસંગે ધર્મ સભાનું આયોજન થયું હતું.

પૂ. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે સત્સંગીઓ સમક્ષ પ્રવચન પ્રસાદી પાઠવતાં જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં જે ગરીબી જોવા મળે છે તે માનવ સર્જીત છે. ક્યાં ટેકરા છે તો ક્યાંક ઉંડી ખાઈ છે. આવી અસમાનતાના કારણે ગરીબીનું સર્જન થયું છે. સરકારી નીતિઓના કારણે પણ શ્રીમંતો અતિ શ્રીમંત થઈ રહ્યાં છે, અને ગરીબો અતિ ગરીબ બન્યા છે. શ્રીમંતોની સાચી શ્રીમંતો તો તે જ કહેવાય કે શ્રીમંતો નાનામાં નાના માણસોનો પણ ખ્યાલ રાખતો હોય છે. સરકાર જો અંબાણી, અદાણી કે તાતા બિરલાને જ સાચવશે તો શ્રીમંતોની બોલબાલ રહેશે. સામાન્ય માણસની જરૂરિયાતનો ખ્યાલ કરવામાં આવે તો જ ખાઈ પુરાશે. મોટાઓ ક્યારેય મોટા હોતા નથી, નાનામાંથી જ મોટા થાય છે. દરેક શ્રીમંતોએ પોતાનો ભૂતકાળ યાદ કરવો જોઈએ. ચાવાળો જ ચોકીદાર બનીને દેશની શકલ પલટી શકે છે. આ દેશનો ઇતિહાસ જ વાહી પુરે છે કે કોઈ મોટું હોતુ નથી. મોટા બનવા માટે મોટાઈ જોઈએ, નમ્રતા, ઉદારતા, ગંભીરતા અને વિવેકશીલતાના પ્રગતિના શિખરો સરકરાવે છે. પૂ. એજ પ્રાથમિક શાળાના બાળકોને પણ સંબોધ્યા હતાં. હિંસા, જુઠ, ચોરી જેવા પાપોથી દૂર રહેવા શીખ આપી હતી. માતા પિતા, વડીલો અને શિક્ષકોની મર્યાદ અને ઔચિત્ય જાળવવા જણાવ્યું હતું. શાળાના તમામ બાળકો, બાલિકાઓને નંદુરબાર જૈન સંઘ તરફથી કેળા, ચોકલેટ, પેન્સીલ અને શ્રી ચંદ્રધર્મચક્રમ પ્રભાવક ટ્રસ્ટના મોવડી અને જૈન સમાજના કર્મઠ કાર્યરત ,સેવાભાવી શ્રી વજુભાઈ પારેખે પ્રોટીન પાઉડરના ડબ્બા ભેટ આપ્યા હતાં. બાળકોનું સ્વસ્થ્ય સારુ બને તેમજ સમાજ અને રાષ્ટ્રના સેવક બને તે એ માટે તેમણે અંતરના આશીષ પાઠવ્યા હતાં. ગરીબોના કુપોષણથી તેમનું હ્ય્દય અત્યંત વ્યથિથ બન્યું હતું. દઝાડતી ગરમીના દિવસોમાં પીંખો માટે પાણીના હજારો કૂંડા પણ તેઓ સ્વયં બાંથીને સરાહની કાર્ય કરવા દ્વારા સમાજ જાગરણું સાચા અર્થમાં નામ રોશન કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...