તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં પુત્રવધુની હત્યા ને આપઘાત કહેનારા રઘુવંશી પરિવાર સામે આક્ષેપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર પ્રદેશની યુવતીએ વાપીમાં લગ્ન કર્યા બાદ સાસરિયા પક્ષે તેને ત્રાસ આપી દહેજ તરીકે રૂપિયાની માંગણી કરી હતી. જેથી પરિણીતાના પિતાએ થોડે થોડે કરી તેમને રૂ.29 લાખ ચુકવ્યા હતા. જે બાદ પણ વાપીમાં 20 લાખમાં ફ્લેટ ખરીદવા રૂપિયાની માગ કરી ન આપી શકતા સાસરિયા પક્ષે પુત્રીની હત્યા કરી દીધા હોવાની ફરિયાદ પિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી છે. જોકે તે સમયે પરિણીતાએ ઘરમાં પોતે આપઘાત કર્યાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં રહેતા અને ત્યાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.માં એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સુરેંદ્રપ્રતાપ સિંહએ શુક્રવારે વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રી સંધ્યા સિંહના લગ્ન વર્ષ 2013માં વાપી છરવાડામાં રહેતા અને જીઆઇડીસીની વેસ્ટ્રોક કંપનીમાં નોકરી કરતા પ્રતીકકુમાર દયારામસિંહ રઘુવંશી સાથે થઇ હતી. લગ્નના એક વર્ષ બાદ પતિ પ્રતિક, સસરો દયારામ સિંહ, સાસુ બીનાસિંહ, જેઠ અનુજકુમાર અને તેનો નાનો ભાઇ પ્રવિણકુમાર સિંહ પુત્રી સંધ્યાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપતા તે અંગે તેણે પિતાને ફોન પર જાણ કરી હતી. જેથી થોડા થોડા કરી 5 વર્ષમાં તેમને રૂ.3 લાખ આપ્યા હતા. તે છતાં સંતોષ ન થતા પ્લોટની માંગણી કરતા વારાણસીમાં આવેલ 1500 સ્ક્વેર ફુટની જગ્યા દાનમાં સાસરિયા પક્ષને અપાઇ હતી. તે બાદ પણ પુત્રીને ત્રાસ આપી વાપીમાં 20 લાખનું ફ્લેટ લેવાનું છે કહી રૂપિયાની માંગણી કરાઇ હતી. પરિવારની હાલત કફોડી હોવાથી માગ પુરી ન થઇ શકી ન હતી. 23 જૂન 2019એ પુત્રી સંધ્યાએ વાપી છરવાડા સ્થિત ચામુંડા બિલ્ડીંગ ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો