તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમલ ખાવા બાબતે ઝઘડો થતાં બે યુવકોને ચપ્પુના ઘા મરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામની સીમમાં સ્વામિનારાયણ એસ્ટેટ ભૂત બંગલા નજીક કેટલાક યુવાનો ધૂળેટી રમી રહ્યા હતા. તે સમયે વિમલ ખાવા બાબતે ઝગડો થતાં એક શખ્સે બે વ્યક્તિઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઔદ્યોગિક એકમે અગ્રીમતા ધરાવતા એવા પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ યાદવની બિલ્ડીંગમાં રહેતા બદ્રીભાઈના ભાઈના સાળાનો છોકરો રાકેશ તથા અન્ય કેટલાક યુવાનો ધૂળેટીનો તહેવાર હોવાથી તાતીથૈયા ગામે સ્વામિનારાયણ એસ્ટેટ ભૂત બંગલાની સામે ધૂળેટી રમી રહ્યા હતા. તે સમયે વિમલ ખાવા બાબતે રાકેશ અને કવીન્દર રાય વચ્ચે ઝગડો થયો હતો. બંને વચ્ચે બોલાચાલી થતાં કવિન્દ રાય ઉશ્કેરાય ગયો હતો, અને રાકેશના પગના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી તેને છોડાવવા ગયેલ બદ્રિભાઈના પેટના ભાગે ઉપરા છાપરી ચપ્પુ વડે ચાર ઘા મારી કવિન્દ રાય ભાગી છૂટ્યો હતો. આ બંને વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત લઇ જવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો