તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લામાં કેન્દ્રની કિશાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં અનેક ખેડૂત હિતલક્ષી યોજનાઓ શરૂ કરી છે. ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ અને સક્ષમ બને એવો સરકારનો પ્રયાસ છે એમ રાજ્યકક્ષાના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઇ-બહેનોને સંબોધતા રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવના કાર્યક્રમો થકી ખેડૂતોમાં જાગૃતિ આવવાને કારણે ગુજરાતના કૃષિક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફુલોની ખેતી તરફ વળ્યા છે. એમ જણાવી તેમણે આર્થિક રીતે સદ્ધર થવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નફાકારક ખેતી કરવી પડશે. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વાર તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંગે વિગતે વાત કરી બે હેકટર સુધી ખેતીલાયક જમીન ધરાવતા દેશના ખેડૂતોને ત્રણ હપ્તામાં સરકાર રૂપિયા છ હજારની સહાય આપશે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ અને ગોરખપુર ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના દેશવ્યાપી શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા આયોજીત ઓર્ગેનિક ફાર્મિંગ અને મશરૂમ ફાર્મિંગની તાલીમમાં તાલીમ પામેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રી પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિત અન્ય મહાનુભાવોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મશરૂમ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સીનીયર સાયન્ટિસ્ટ અને વડા ડૉ. વર્માએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. સી.ડી.પંડયાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો