તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવાની પ્રાથમિક કન્યાશાળા ખાતે શતાબ્દી મહોત્સવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના માંડવા ગામની સરકારી કન્યાશાળાને તારીખ 11 -11 -2019 ના રોજ 100 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર તથા ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિપીકાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલી કૃતિઓમાં ગુજરાત રાજ્યનું ગૌરવ, દેશ માટેની દેશભક્તિ, પરમાત્મા પર અપૂર્વ વિશ્વાસ, શિક્ષણ માટેની દ્રઢતાની ઝાંખી થઈ હતી. તો બેટી બચાવો બેટી પઢાવો, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત કૃતિના માધ્યમથી સંદેશો પણ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય મોક્ષનાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં શાળાનો ઇતિહાસ તેમજ શાળાની હાલની કાર્ય પદ્ધતિ તથા શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને શાળાએ પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનો અહેવાલ રજૂ કર્યો. શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષકો અને શાળામાંથી ભણીને ગયેલી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો