તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબનો જશ્ન POKમાં સર્જિકલસ્ટ્રાઇકની જિલ્લાભરમાં ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે મળસ્કે ભારતીય વાયુસેનાએ પાક.અધિકૃત કાશ્મિરમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકથી દેશભરના લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.ભારતીય સેનાના જવાબ બાદ વલસાડ જિલ્લામાં પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.વલસાડના શહિદ ચોક,બસ ડેપો પાસે લોકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. વિજય ઉત્સવમાં વાયુ સેનાના તમામ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એજ રીતે વાપી ટાઉન ઝંડા ટોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોએ,ગુંજન વિસ્તારમાં વેપીઓએ તથા ભીલાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાનહ સેલવાસમાં પણ લોકો રસ્તાઉપર ઉતરી આવી ફટાકડા ફોટી ઉજવણી કરી હતી.

એર સ્ટ્રાઈકને ધરમપુરના નિવૃત આર્મી જવાનોએ ગૌરવભેર બિરદાવી
વલસાડ
ભડકતી આગને હવે રાહત મળી
ભારતીયોની સાથે શહીદોના પરિવારમાં બદલાની ભડકતી આગને આજે થોડી રાહત મળી છે. હવે જમ્મુ કાશ્મીરમાંથી 35A અને 370ની ધારા રદ કરવી જોઈએ કેપ્ટન શંકર ગવળી, રિટાયર્ડ આર્મી ઓફિસર, ધરમપુર

વાપી
સેલવાસ
તો પાક.નું નામોનિશાન મટી જશે
આ તો માત્ર ટ્રેલર છે. જેમાં માત્ર એરફોર્સની કાર્યવાહી છે. સ્થળસેના, નૌસેના અને પેરા મિલિટરી ફોર્સીસની કાર્યવાહી થશે તો પાકિસ્તાનનું નામ-નિશાન મટી જશે. રવલાભાઈ ડાડુંળીયા, રિટાયર્ડ ઓફિસર,

ભીલાડ
સેના પાસે પાક.ની રજેરજની માહિતી
આપણી પાસે પાકિસ્તાનની દરેક હરકતની રજેરજ માહિતી છે. જો પાકિસ્તાન ભૂલેચૂકે કોઈ છમકલું કરશે તો આપણી સેનાઓ તેને નેસ્તનાબૂદ કરી નાખશે. દિપક ચૌહાણ, રિટાયર્ડ ઇન્ડિયનએરફોર્સ, ધરમપુર

દમણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો