તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકાર ભારતી સંસ્થાનો 41માં સ્થાપના દિનની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના રાધાકૃષ્ણ મંદિરના હોલમાં બપોર 2 કલાકે સહકાર ભારતી 41માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. દ.ગુ.સંયોજક જયંતિભાઈ કેવટ સુરત જીલ્લા અધ્યક્ષ પ્રવીણભાઈ ટેલર બારડોલી સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન ભાવેશ પટેલના સાનિધ્યમાં ઘણા સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

સહકાર ભરતી વિષે વિસ્તૃત માહિતી જીલ્લા અધ્યક્ષ પ્રવીણભાઈ ટેલરે આપતા જણાવ્યુકે સહકારી ક્ષેત્રના વિકાશથી સામાજિક અને આર્થિક સ્થિતિમાં આમોલ પરીવર્તન આવશે. સુમુલ ડેરીના માજી મેનેજીંગ ડાયરેક્ટર પ્રહલાદભાઈ પાંડેએ વિસ્તૃત અનુભવના આધારે દૂધ તથા આધુનિક પદ્ધતિએ બહેનો તથા યુવાનો માટે રોજગારી તથા ક્વોલીટી બાબતે રસપ્રદ માહિતી આપી હતી. પૂરા દેશમાં ડેરી ઉધોગને ફલક પર લઇ જવા માટે સહકાર ભારતીને મદદરૂપ થવા તત્પરતા દર્શાવી હતી. સમારંભના અતિથિ વિશેષ બારડોલી સુગરના વાઈસ ચેરમેન ભાવેશભાઈ પટેલે જણાવ્યુકે સહકાર ભરતી દેશના વિકાસ માટેનું અંગ સમાન છે. તથા યુવાધનને જોડાવા અને પ્રમાણિક વહીવટ જેરીતે ચાલે છે. તે હજીયે કાર્યરત રહે એવો આગ્રહ સેવ્યો હતો. સમારંભના પ્રમુખ જયંતિભાઈ કેવટે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આ બિન રાજકીય સંગઠન છેલ્લા 41 વર્ષથી સહકારિતામાં વિના સંસ્કાર નહીં સહકારની ઉચ્ચ ભાવનાથી દેશની સેવા કરી રહી છે અને પુરાયે દક્ષિણ ગુજરાતમાં સંગઠનની રચના કરવા જણાવ્યુ હતું.

બારડોલીના રાધા કૃષ્ણ મંદિર ખાતે સહકારી આગેવાનોની મળેલ બેઠક.

અન્ય સમાચારો પણ છે...