તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના શ્રેયાર્થે ચાલતી કથામાં શિવ વિવાહ પ્રસંગની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાના મોટાનૌગામા સમસ્ત ગામ તરફથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવ વિવાહની મહિમા વર્ણવી હતી. જેમાં પંકજભાઈએ જણાવ્યું હતું કે શિવકથા કુટુંબપ્રેમ સાથે રાષ્ટ્રપ્રેમ શીખવે છે.

પુલવામા ૪૪, શહીદોના શ્રેયાર્થે ચાલતી શિવકથા મોટા નૌગામા (સુરત), ગામ સમસ્ત આયોજિત શિવકથામાં રાષ્ટ્ર ભાવના સાથે ભારતમાતાના સાચા સપુતો માટે શ્રધ્ધાંજલિ અર્પી રાષ્ટ્રભક્તિની મિસાલ કાયમ કરતા મોટાનૌગામા ગામને કથાકાર પંકજભાઈ વ્યાસે ધન્યવાદ આપતા કહ્યું હતુ કે ‘શિવકથા કુટુંબપ્રેમ સાથે રાષ્ટ્રપ્રેમ શીખવે છે\\\' જ્યાં સુધી હૃદયમાં કરૂણા નહી જન્મે ત્યાં સુધી કલ્યાણ શક્ય નથી શિવપાર્વતી વિવાહ એટલે જીવનુ શિવસાથેનુ મીલન છે\\\' ત્યાગની ભાવના જ જીવને શીવ બનાવે છે\\\' મોટાનૌગામા ગામ પરિવારના યુવાનો કથાને સફળ બનાવવા જબરી જહેમત ઉઠાવી રહ્યા છે. હજારો શ્રોતાઓ ભાવવિભોર બની શહીદફંડ આપી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. આજુબાજુના ગામડાઓ પણ આ સ્તુત્ય કાર્યનો લાભ લઈ રહ્યાં છે. માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ પહેલી જ શિવકથા થઇ રહી છે તેથી યુવાનોમાં રાષ્ટ્રમાટે કઈક કરી છુટવાનો તરવરાટ દેખાઈ રહ્યો છે. આવતી કાલે સવારે કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયુંં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો