ખેરગામના નાંધઇ ખાતે બંધારણ દિવસની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાના નાધઇ ગામે આવેલા વેદાશ્રમના હોલમાં રાષ્ટ્રીય મુલનિવાસી સંઘ તથા ભારત રાષ્ટ્ર આદિવાસી સમાજના માધ્યમથી ભારતીય લોકતંત્રમાં 71 મો બંધારણ દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમમાં દિનેશભાઇ વેગડા તથા વિશેષ વક્તાગણોએ ભારતના બંધારણ બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ અને અંતે બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ આર.આર.પટેલે બંધારણમાં ભારતની પ્રજાને સમાનતા, ભાઇચારો, સ્વતંત્રતા, ન્યાય અને માનવગરિમાના ભાગરુપે નાગરિત્વ આપ્યુ હોવાનું કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. કાર્યક્રમના આયોજકો સુભાષભાઇ પટેલ,દલપતભાઇ પટેલ,પ્રવીણભાઇ પટેલ,માજી સરપંચ રાજુભાઇ પટેલ, મનહરભાઇ પટેલ, નવસારી જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેનાના પ્રમુખ પકજભાઈ પટેલ, વિજયભાઇ પટેલનું પણ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...