તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Vyara News Celebration Limits Purushottam Shri Ram39s Birth Anniversary Was Organized In Surat And Tapi Districts Including The Thaestar Shobhaatra 074548

ઉજવણી| મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મદિને સુરત અને તાપી જિલ્લો ભક્તિના રંગે રગાયો, ઠેરઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં અને વ્યારા શહેર હિન્દૂ સંગઠન દ્વારા રામ નવમીની મંદિરો ભવ્ય ઉજવણી ભાવિક ભક્તો દ્વારા કરાઈ હતી. વ્યારા નગરમાં ભક્તો દ્વારા રામજીની શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર નગર શ્રીરામના નાદથી ગુંજી ઉઠીયું હતું.

બારડોલી નગરમાં રામજી મંદિરમાં રામનવમીના દિવસે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી ભક્તો ભગવાન રામજીના દર્શન માટે આવતા હતા. મોડી સાંજથી રાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવી હતી.વ્યારા નગરના વિવિધ મંદિરોમાં રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી હાથ ધરાઈ હતી. જેમા વ્યારા શહેર હિન્દૂ સંઘઠન અને વિશ્વ હિન્દુ પરિષદ વ્યારા દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી. નગરમાં રામજી ની શોભાયાત્રા સંકટ મોચન હનુમાનજી મંદિર પાસેથી નીકળી માલીવાડથી કાનપુરા ખાતે પોહચી હતી. જ્યાં 108 દીવડા દ્વારા ભાવિક ભક્તોએ મહાઆરતી કરી હતી. આ સિવાય નગરના વિવિધ મંદિરોમાં વહેલી સવારેથી ભાવિક ભક્તો રામનવમીની ઉજવણી અંતરગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. વ્યારા નગરમાં નીકળેલી યાત્રાને ઠેર ઠેર સ્વાગત કરાયા હતા. વ્યારા વિવિધ સ્થળોએ છાશનું વિતરણ કરાયું હતું વ્યારાના કાનપુરા ખાતે રામજી મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. કાનપુરાના રામજી મંદિરને ધજા પતાકા અને રંગબેરંગી લાઇટિંગ વડે સજ્જ કરાયું હતું. ભજન કીર્તન અને સંતોના આશિવચનો કરાયા હતા.

પલસાણા ખાતે રામનવમીની ઉજવણીના ભાગ રૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સાથે રહી ફેરવવામાં આવ્યો હતો અને ઢોલ નગારા સાથે જાય શ્રીરામના નારા સાથે ભક્તિમય વાતાવરણ થઈ ગયું હતું અંતે 3000 થી વધુ માણસો માટે મહા પ્રસાદનું આયોજન કરાયું હતું.

બારડોલી
બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ (પાલવાડા)સમાજના શિવરંજની કળા કેન્દ્ર સંગઠનના ઉપ ક્રમે આજ રોજ ગત બાર વર્ષની પરંપારા મુજબ પંચકુંડી મહા ગાયત્રી યજ્ઞ ના આયોજન સાથે રામનવમીની ઉજવણી કરાઇ હતી. બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર ગાયત્રી યજ્ઞમાં પાલવાડા બ્રાહ્મણ સમાજના 11 યજમાનોએ સાસ્ત્રોક્ત પૂજા કરી રામ નવમીની ભવ્ય ઉજવણી કરી હતી.

પલસાણા
વાલોડ
વ્યારાના કાનપુરા ખાતે આવેલા રામજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ રામનવમી નિમિત્તે યોજાયેલી વિશેષ પૂજામાં ભાગ લીધો હતો.

મઢી સુગર
વ્યારા
મઢી ખાતે રામનવમી મહોત્સવ નિમિતે સુગર ફૈક્ટરીના પ્રાંગણ મા આવેલ મનોકામના પૂર્ણ થતાં હનુમાન મંદિર મા શનિવારે બપોરે 12:00 વાગ્યે થી 24 કલાક માટે શ્રી રામધૂનનુ આયોજન કરવામા આવેલ હતુ જેનુ રવિવારે બપોરે 12:00 વાગ્યે હવન આરર્તી કરી પુર્ણાહુતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...